વિરપુરમાં GBS નામની બિમારીનો પ્રથમ કેસ નોંધાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
નડીયાદ, વિરપુરમાં જીબીએસ ગુલીયન બેરી નામની બીમારીનો એક કેસ મળી આવતા આરોગ્ય વિભાગ સફાળુ જાગી ગયું છે. તેમજ આ બાબતે સર્વેની કામગીરી હાથ ધરી છે. કોરોનાથી માંડ રાહતમળી હતી ત્યાં આ નવી બીમારીએ દસ્તક દેતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ આ બાબતે સ્થળ પર જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વિરપુર મથકમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગનો ૧ કેસો નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. ત્યારે બીજી તરફ વીરપુર પંથકમાં બીજી એક જીવલેણ બીમારીના કેસ નોધાતા આરોગ્ય વિભાગ સાથે ગ્રામજનોમાં પણ ચિતામાં વધારો થયો છે.
તાલુકામાં કોરોનાના કેસોમાં છેલ્લા દસ દિવસથી રાહત મળી હતી. અને લોકો સામાન્ય જીવન તરફ કોરોના ના ડરથી બહાર આવી રહયા છે. ત્યારે વીરપુર પંથકમાં જીબીએસ ગુલીયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા સ્થાનીકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે.
તો આ તરફ જીવલેણ રોગના લક્ષણો ને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વિરપુરની અંબીકા સોસાયટીમાં રહેતો દસ વર્ષની બાળક જીબીએસ ગ્રસ્ત થયો છે. જાેકે આ બાળકને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.
ત્યારે વીરપુર આરોગ્ય વિભાગ દ્વારા તાબડતોબ અંબીકા સોસાયટી ખાતે ધામા નાખ્યા હતા. અને પ્રથમ તબકકે દર્દીના ઘરની આજુબાજુના વિસ્તાર માં સર્વેની કામગીરી આદરી હતી જાેકે જીલ્લામાં જીબીએસનો પ્રથમ દર્દી મળી આવતા તાલુકામાં ફફડાટ વ્યાપી ગયો છે.