વિરપુર ખાનગી દવાખાનાના તબીબનો રીપોર્ટ પોઝીટીવ
વિરપુર: મહીસાગર જીલ્લા મા કોરોના દિનપ્રતિદિન વધારો થતા તંત્ર દોડતું થયું છે જીલ્લા મા કોરોના આંક ત્રણસોની નજીક પહોંચી ગયો છે ત્યારે લોકોમા ફફડાટ જોવા મળી રહ્યો છે જ્યારે વિરપુર તાલુકામાં લાંબા વિરામબાદ સળંગ ત્રણ દિવસ એક પછી એક કેસ નોંધાતા તાલુકામા ફફડાટ જોવા મળી રહ્યો છે ગતરોજ વિરપુર બસ સ્ટેશનના સામે ખાનગી દવાખાનાના બીપીન પટેલ તબીબનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે આવતા દર્દીઓમાં પણ ચિંતા પ્રસરી છે વિરપુરમા ત્રણ દિવસમા જે 3 કેશ નોંધાયા છે તે ત્રણેય વ્યક્તિ વધુ સંપર્ક ધરાવતા વ્યવસાય ને લોક સંપર્ક વધુ થયા હોય જેથી સંક્રમણ ની શકયતાઓ વધી ગઈ છે… તસ્વીર પુનમ પગી વિરપુર