વિરપુર ડેભારી રોડ પરની કેનાલના પુલ પર ડીવાઈડર ન હોવાને કારણે અકસ્માતનો ડર
મહિસાગર જીલ્લાના વિરપુર ડેભારી રોડ પર આવેલ કેનાલ પરના બ્રિજ પર ડીવાઈડર ના હોવાથી અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે પ્રાપ્ત વિગત અનુસાર તાલુકાના ડેભારી વિરપુર રોડ પર આવેલી સુજલામ સુફલામ્ કેનાલ પરનો બ્રીજ પાસે દસ ફુટ જેટલું ડીવાઈડર ના હોવાથી ગમેતે સમયે મોટી દુર્ઘટના બની શકે છે કેનાલ પર બનાવેલ બ્રીજ પર ડાબી બાજુ એટલેકે કાસોડી ગામ જવાના માર્ગ પર ૨૦૦ મીટર જેટલું ડીવાઈડર મુકવામાં આવ્યુ છે
પણ કેનાલની બાજુમાં જ દસ ફુટ જેટલું ડીવાઈડર ના હોવાથી ગમેતે સમયે મોટી દુર્ઘટના સર્જી શકે છે ઉપરાંત એજ જગ્યાએ ત્રણ ફુટ જેટલું વર્ષો જુનું ગાબડું પડ્યું છે તેમ છતાં આજદિન સુધી તંત્ર દરકાર કરવામાં આવી નથી
કેનાલના બ્રિજ પરના ડીવાઈડરને લઈને સ્થાનીક લોકો દ્વારા અનેક રજુઆતો કરી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ના ધરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે…