વિરપુર તાલુકાના વેટરનરી ડાક્ટરોની સરાનિય કામગીરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/0308-Virpur-1.jpg)
(તસ્વીરઃ- વિપુલ જોષી, વિરપુર)
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના વેટરનરી ડાક્ટરો દ્વારા વાછળી (ગાય) સારણગાંઠનુ ઓપરેશન કરી નવો જીવ આપ્યો હતો વિરપુર તાલુકાના જોઘપુર ગામના પરમાર ગોરધનભાઈ પ્રતાપભાઈ જેઓની વાછરડીને કોઈ અગમ્ય કારણોસર લોખંડની નરાશ પેટના ભાગે વાગી હતી બાદમાં વાછરડીને વાગેલા ભાગે સમય જતાં સારણગાંઠ થઈ ગઈ હતી બાદમાં પ્રાઈવેટ પશુઓના ડાક્ટર પાસે ઘણીવાર દવા કરાવી હોવા છતાં કોઈ ફેર ના પડતા અમુલ ડેરીના વેટરનરી ડાક્ટરોની જાણ કરવામાં આવી હતી બાદમાં વિરપુર વેટેનરી ડાક્ટરો ની ટીમ જોઘપુર ગામે પોહચી ડા- એ.ડી.પટેલ તેમજ ડા- આર.વી.કોઠીયા દ્વારા સફળતા પુર્વક ઓપરેશન કરી વાછરડીને બચાવ્યુ હતું.*