વિરપુર તાલુકાની ૨૮ શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧ ના વિધાર્થીઓ પ્રવેશ મેળવ્યો
વિરપુર: રાજ્યમાં આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીથી કોરોના સંક્રમણ ઘટતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ ન બગડે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને કેસમાં સતત ઘટાડો થતા સરકારે સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાનું આરંભી દીધુ છે જે અંતર્ગત ૧૧ જાન્યુ.થી પ્રથમ તબક્કામાં ધો .૧૦ અને ૧૨ ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે શરૂ કરી દેવામા આવી છે .
હવે બીજા તબક્કામાં આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ ૯ અને ૧૧ ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં પણ સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે
તાલુકામાં આવેલ ૨૮ સ્કૂલમાં ધોરણ 9 માં ૧૯૦૦ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11 માં ૧૨૧૦ વિદ્યાર્થીઓ મળી કુલ ૩૧૧૦ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પ્રવેશ મેળવ્યો હતો સાથે ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે શાળાના ઓરડાઓ વિધાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા.