વિરપુર તાલુકામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્રના નિર્ણયને પ્રતીસાદ મળ્યો
વિરપુર નગરની દુકાનો ચાર વાગ્યા પછી સજ્જડ બંધ જોવા મળતા રસ્તાઓ બન્યા સુમસામ…
વિરપુર: વિરપુર તાલુકામાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ સાથે સ્થાનિક તંત્ર ચીંતિત બન્યું હતું કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મંગળવારે સ્થાનિક તંત્ર અને વેપારીઓની મહત્વની બેઠક યોજાઇ હતી જેમાં બુધવારથી બપોરના ચાર વાગ્યા પછી બજારો બંધ રાખવાનો વેપારી અને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે ભાગ રૂપે બુધવારના ચાર વાગ્યા પછી વિરપુર નગરના મોટા ભાગની દુકાનો બંધ જોવા મળી હતી
દુકાનો બંધ હોવાના કારણે પહેલા દિવસે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને અન્ય સામાન લેવામાં સામાન્ય તકલીફ પડી હતી જોકે સાંજના ચાર વાગ્યા પછી વિરપુર નગરની સંપૂર્ણ દુકાનો બંધ હોવાના કારણે માર્કેટના રસ્તાઓ ભસતા કુતરા જેવા લાગતા હતા આખા ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો તાલુકામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો હોવાના કારણે માર્કેટની દુકાનો બંધ રાખવાના નિર્ણયને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો…