વિરપુર તાલુકામાં ગત વર્ષની તુલનાએ જુન- જુલાઈ માસમાં ૧૨૨ મીમી વરસાદની ઘટ

Files Photo
(પ્રતિનિધિ) વિરપુર, સમગ્ર રાજયમાં વરસાદે લઈને જગતના તાતથી માંડી પ્રજાજનો પણ ચાતક નજરે મેઘ મહેર ઈચ્છી રહયા છે. ત્યારે મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ચાલુ સીઝનમાં સરેરાશ ૭૭ મીમી વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષની આજની સ્થિતિએ જાેતા સરેરાશ ૧૨૨ મીમી ઓછો નોંધાયો છે
જેના કારણે ચાલુ વર્ષ ચોમાસામાં જુન જુલાઈ માસમાં થયેલા વરસાદને લઈને તાલુકામા ૪૫૬૩ વધુ હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ કરાયું છે.ત્યારે વરસાદનો વિલંબ ખેડૂતો સહિત પ્રજાજનો માટે ચીંતાજનક બની રહયો છે તાલુકામાં ગત ચોમાસામાં જુન માસમાં ૧૦૫ મીમી અને જુલાઈ માસમાં ૯૪ મીમી કુલ ૧૯૯ મીમી વરસાદ સરેરાશ વરસ્યો હતો
ત્યારે ચાલુ વર્ષના ચોમાસામાં જુન માસમાં ૬૪ મીમી અને જુલાઈ માસમાં ૧૩ mm કુલ ૭૭ વરસાદ નોંધાયો છે એટલે કે ગત ચોમાસામાં સરખામણીમાં આ વર્ષે ચોમાસા ૧૨૨ mm વરસાદની ઘટ જાેવા મળી છે જેના કારણે તાલુકાના ખેડૂતોમાં માથે ચિંતાના વાદળો છવાયા છે.
ચાલુ વર્ષમાં માત્ર ૭૭ મીમી જેટલો વરસાદ નોંધાયો. ચાલુ વર્ષમાં વિરપુર તાલુકામાં છેલ્લા બે માસમાં ટોટલ ૭૭મીમી જેટલો વરસાદ નોંધાયો છે જેમાં જુન માસમાં ૬૪ mm અને જુલાઈ માસમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે અત્યારસુધીમાં તાલુકામાં કુલ ૭૭ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.
ગત ચોમાસામાં જુન,જુલાઈ માસમાં ૧૯૯ mm વરસાદ નોંધાયો.. ઃ ગત ચોમાસામાં વિરપુર તાલુકામાં જુન જુલાઈ બે માસમાં ૧૯૯ મીમી વરસાદ નોંધાયો હતો જેમાં જુન ૧૦૫મીમી અને જુલાઈ માસમાં ૯૪મીમી વરસાદ નોંધાયો હતો જેમાં બે માસમાં ૧૯૯મીમી વરસાદ નોંધાયો હતો ગત ચોમાસામાં કુલ સીઝનનો વરસાદ ૮૫૦મીમી વરસાદ નોંધાયો હતો.*