વિરપુર તાલુકામાં બે કોલેજ અને એક MGVCL કચેરીના કર્મીઓ કોરોના પોઝિટિવ
વિરપુર: મહિસાગર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતીએ વધવા પામતા ચીંતાનુ કારણ બની જવા પામી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી દિન પ્રતિદિન વધી રહેલા કેસોને જોતા આવનાર સમયમાં મહિસાગર જીલ્લાની પરીસ્થીતી વધુ વિકટ બનશે તેમાં કોઈ સંશય નથી ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં આવેલી લગભગ તમામ સરકારી કચેરીઓમાં ગત વર્ષથી કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે એસબીઆઈ બેંક, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, શાળા, કોલેજ,પોસ્ટ ઓફિસ સહિતના મોટાભાગના કર્મચારીઓ પોઝિટિવ આવી ચૂક્યા છે
ત્યારે આજે વિરપુર તાલુકાની ત્રણ સરકારી કચેરીઓના કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેમાં રતનબા નર્સિંગ કોલેજની ૧૯ વર્ષીય વિધાર્થીની બીજો વિરપુર આઈ ટી આઈ કોલેજના ૩૮ વર્ષીય સીકયુરીટી ગાર્ડ અને ત્રીજો કેસ વિરપુર એમજીવિસીએલ જુનિયર એન્જિનિયર કોરોનાના સંક્રમિત બન્યા છે
ઉપરાંત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા આખી કચેરીને સેનિટાઇઝ કરવામાં આવી હતી અને રોગ વધુ ન વકરે તે માટેની તમામ તકેદારી લેવામાં આવી હતી વિરપુર તાલુકામાં અત્યારસુધીમાં ૨૩૭ કેસ કોરોના નોંધાયા છે જેમાં ૩ લોકોના અત્યારસુધીમાં સારવાર દરમ્યાન મોત નિપજયા છે…..