વિરપુર તાલુકામાં માવઠું થતાં ખેડુતો ચિંતીત બન્યા
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહિસાગર જીલ્લામાં બુધવારની મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો ભરશિયાળામાં માવઠુ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે વિરપુર તાલુકામાં બુધવારની મોડી રાત્રીથી સર્વત્ર મેઘાવી માહોલ છવાયો હોય તેમ વરસાદ વરસ્યો હતો તાલુકામાં ગુરુવારના દિવસ દરમ્યાન ૨ MM જેટલો વરસાદ નોંધાયો હતો
કમોસમી વરસાદથી રવિ પાકને ભારે નુકસાન થયા હોવાની ખેડૂતોમાં બુમરાણ મચી છેે ધીમી ધારે રોકાઈ રોકાઈને કમોસમી વરસાદ થઈ રહ્યો છે ત્યારે તાલુકામાં કમોસમી વરસાદ થતાં ખેડુતો ચિંતામાં મુકાયા છે બીજી તરફ ક્મોસમી વરસાદથી શિયાળું ખેતી ઘઉં,રાઈ,મકાઈ, ચણા, દિવેલા, શાકભાજી સહિતના પાકોને નુક્સાનની ભીતિને લઇને તાલુકાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
તો બીજી તરફ તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ઠંડીના પ્રમાણમાં પણ વધારો થયો હતો જેને લઈને લોકો સ્વેટર પર રેનકોટ પહેરી ધંધા રોજગાર અર્થે નિકળ્યા હતા. તાલુકામાં ૨૩૬૮ હેક્ટર વિસ્તારમાં રવી પાકનુ વાવેતરઃ છેલ્લા બે દિવસથી વિરપુર તાલુકામાં ધીમી ધારે કમોસમી વરસાદ થતાં રવી પાકના વાવેતરમાં જાેખમ તોળાઈ રહ્યું છે
ત્યારે તાલુકામાં ધઉ- ૧૨૦૦ હેક્ટર,મકાઈ-૩૫૩,ચણા-૨૧૦,રાઈ-૧૪૫, ધાસચારો-૪૬૦ એમ કુલ- ૨૩૬૮ હેક્ટરમાં રવી પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે માવઠાના કારણે જીવાતા પડવાના ડરથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.