વિરપુર તાલુકામાં કોરોના કેસો વધતાં ચાર વાગ્યા પછી બજારો બંધ રાખવા વેપારીઓ દ્વારા નિર્ણય
વિરપુર તાલુકામાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ સાથે સ્થાનિક તંત્ર ચીંતિત બન્યું છે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે બુધવારથી બપોરના ચાર વાગ્યા પછી બજારો બંધ રાખવાનો વેપારી અને સ્થાનિક તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તાલુકામાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે
જેના ભાગરૂપે વિરપુર તાલુકાના મામલતદાર હેમાશુ સોલંકી, પીએસઆઇ એચ વી છાસટીયા તેમજ વેપારીઓ સાથે આજ રોજ બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ વેપારીઓ સંગઠનના હોદ્દેદારો સાથે વિરપુરમાં વધી રહેલા કેસોને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે બુધવારથી વિરપુર નગરમાં ૪ વાગ્યા બાદ તમામ બજારોની દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો છે જેમાં રહેઠાણ વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રાખવાનું પણ નક્કી કરાયું હતું. જોકે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે.
હેમાંશુ સોલંકી વિરપુર મામલતદાર..
વિરપુર ગામમાં છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે વિરપુર તાલુકાના વેપારીઓ સાથે બેઠક કરી હતી જેમાં નગરના વેપારીઓ સાથેની વાતચીતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં સવારના ૯ સાંજના ૪ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે મેડિકલ,દુધની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે….
વિરપુર તાલુકામાં કોરોનાનો અજગરી ભરડો..૨૪ કલાકમાં ૧૭ પોઝિટિવ કેસ નોંધાયા… કુલ કેસો ૩૧૫ પાર
વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ રફતાર પકડી જેના લીધે તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વિરપુર તાલુકામાં ૧૭ જેટલા કેસો નોંધાયા છે જેના કારણે સ્થાનિક તંત્ર મુંજવણમાં મુકાયું છે. ( પુનમ પગી વિરપુર)