વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો વિસ્ફોટક સ્થીતી
એકસાથે ૧૩ પોઝિટીવ કેસ આવ્યા/કુલ ટોટલ પોઝિટીવ આંક ૨૮૮
વિરપુર: મહિસાગર જીલ્લામા કોરોના કહેર વચ્ચે વિરપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે કોરોનાનો વિસ્ફોટક સ્થીતી જોવા મળી છે ત્યારે તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે જેના કારણે સ્થાનિક તંત્ર ઉંધા માથે થયું છે તાલુકામાં કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે ઉંચો જઈ રહ્યો છે, દરરોજ ૧૦ થી વધારે પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા વિરપુર સ્થાનિક વેપારીઓ દ્વારા રવીવારે દુકાનો બંધ રાખવા નિર્ણય લેવાયો છે તેમ છતાં તાલુકામાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં એક સાથે ૧૩ કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે….