વિરપુર તાલુકા પંચાયતમા પીવાના પાણીનુ RO મશીન શોભાના ગાંઠિયા સમાન
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વીરપુર તાલુકા પંચાયતની અંદર છેલ્લા કેટલાય માસથી પીવાના પાણીનું આરો કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આ આરોની અંદર છેલ્લા કેટલાય માસથી પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી આ આરો કુલરની દુર્દશા શોભાના ગાંઠિયા સમાન બની ગયેલ છે.જેના કારણે તાલુકા પંચાયતમાં આવતા અનેક લાભાર્થીઓ ને ઉનાળાની સીઝનમાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.આ કડકળતા ઉનાળામાં તાલુકા પંચાયતમાં આવેલ પાણી માટેનું આરો મશીન ધૂળ ખાઈ રહ્યું છે.
વીરપુર તાલુકા પંચાયત માં રોજના અંદાજીત ૨૦૦ કરતા પણ વધારે લાભાર્થીઓની અવર-જવર રહે છે.આજ થી ૬ માસ અગાવ પણ આ બાબત અંગેની રજુવાત લીમરવાળા ના તાલુકા પંચાયત ના સભ્ય નાથાભાઇ મોનાભાઈ પરમાર દ્વારા રજુવાત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા આ લાભાર્થીઓની ચિતા કરવામાં આવતી નથી.તાલુકા પંચાયત માં આવતા અનેક લાભાર્થીઓ સાથે ઘણીવાર નાના બાળકો આવતા હોય છે.એવામાં તાલુકા પચાયત ની અંદર પીવાના પાણી માટેનું આરો મશીન બંધ હોવાથી રોજિંદા ૨૦૦ થી પણ વધારે લાભાર્થીઓને પારાવાર પીવાના પાણી માટેની મુશ્કેલીઓ પડી રહી છે. કચેરી ના અધિકારીઓની ઓફીસ માં પીવાના પાણી માટે મિનરલ જગ મગાવામાં આવે છે.ત્યારે આ અધિકારીઓને લાભાર્થીઓને પીવા માટેના પાણીની સમસ્યા દેખાતી નથી .
ઉનાળાના સમયની અંદર લાભાર્થીઓ પોતાના કામ અર્થે આવતા હોય છે અને તેમની સાથે અનેકવાર નાના બાળકો સાથે હોઈ છે.એવામાં તાલુકા પંચાયતની અંદર પીવા માટેનું પાણી મળતું નથી જેના કારણે લોકો માં રોષ જોવા મળી રહ્યો છે.વીરપુર તાલુકા પંચાયત આવતા અનેક લોકોને પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.છતાં સ્થાનિક તંત્ર દ્વારા લાભાર્થીઓને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી.સરકારી કચેરીઓમાં જ પીવાના પાણી માટે વલખા મારવા પડતા હોય તો ગામડાની અંદર કેવી પરિસ્થિતિ સર્જાતી હશે.
વીરપુર તાલુકામાં ૬૨ જેટલા ગામડા અને ૩૧ જેટલી ગ્રામ પંચાયત આવેલી છે.વીરપુર તાલુકામાં અંદાજીત એક લાખ જેટલી વસ્તી ધરાવતો તાલુકો હોવા છતાં સરકારી કચેરીમાં પ્રજા માટે પીવાના પાણી માટે ની કોઈ પણ સગવડ કરવામાં આવતી નથી જેના કારણે નાના બાળકો અને લાભાર્થીઓને ઉનાળાની ગરમીમાં તરસ્યા રહેવાનો વારો આવે છે.વિરપુરના અનેક લાભાર્થીઓની માગણી છે કે તંત્ર દ્વારા આ અંગે ધ્યાન આપવામાં આવે અને તાત્કાલિક તાલુકા પંચાયતમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરી પીવાના પાણીની ઝડપથી સગવડ કરવામાં આવે.*