વિરપુર દુધ મંડળી ખાતે તરૂણીઓ માટેનો “તરૂણી” પ્રોજેક્ટ યોજ્યો

વિરપુર, ત્રીભુવનદાસ ફાઉન્ડેશન બાલાસિનોર અને સુયોગ ઈલેકિટ્રકલના સહયોગથી વિરપુર દુધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે તરૂણીઓ માટેનો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો હતો વિરપુર તાલુકામાં તરૂણી પ્રોજેક્ટ અંતર્ગત ઠેર ઠેર જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે
તે અંતર્ગત વિરપુર તાલુકાના રોઝાવ,ઘોરાવાડા,વધાસ ગામ ખાતે તરૂણીઓનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રીભુવનદાસ ફાઉન્ડેશન અને સુયોગ ઈલેકિટ્રકલ દ્રારા સહયોગથી તાલુકાના વઘાસ, ઘોરાવાડા,રોઝાવ,આસપુર, જાેધપુર અને વિરપુર દુધ ઉત્પાદન સહકારી મંડળી ખાતે ૪૫૦ જેટલી છોકરીઓ ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ત્રીભુવનદાસ ફાઉન્ડેશન બાલાસિનોર ડોક્ટરો દ્રારા ગામની છોકરીઓને પ્રિયડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે એક વર્ષ સુધી ચાલે તેટલા સેનેટરી નેપ્કીન્સ આપવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં ત્રીભુવનદાસ ફાઉન્ડેશનના ડોક્ટર અર્પિતા ત્રીવેદી છનુબેન સોલંકી સ્ટાફ સહિત વિરપુર દુધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા.