Western Times News

Gujarati News

વિરપુર નગરના વિકાસપથના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે આખરે તોડી પડાયા

(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર નગરના વિકાસપથ પરના ગેરકાયદેસર રીતે દબાણકર્તાઓ સામે આજે સ્થાનિક તંત્ર દ્વારા સફાયો કરવામાં આવ્યો હતો વિરપુર તાલુકાની? તેમજ આજુ બાજુની પ્રજાને વઘુ સારી સુવિધા મડે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ પથનુ નિમાર્ણ કરવામાં આવ્યું છે તેમ છતાં ત્યાંના દુકાનદારો તેમજ શાકભાજીની લારીઓ ફુટપાથ પર અડિંગો જમાવીને બેઠા હોવાથી પ્રજાને અવાર નવાર ચાલવામાં ભારે તકલીફ પડી રહી હતી વિરપુર રિલાયન્સ પ્રેટ્રોલપંપ થી લિમ્બડિયા ડેભારી ચોકડી સુઘી વિકાસપથ બંને સાઈડો પર જાહેર જનતા માટે બનાવવામાં આવ્યો હતો મુખ્ય રસ્તાની આજુ બાજુમાં મોટર સાયકલો ફોરવિલ પાર્ક કરી દેતા જેથી વિરપુરના ફુટપાથનો ઉપયોગ આમ પ્રજા કરી શકતી.

જે અનુસંધાને આજે આર એન્ડ બી વિભાગ, વિરપુર મામલતદાર વિ ડી પટેલ,તાલુકા વિકાસ અધિકારી બી કે કટારા, વિરપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ માલવીયા તેમજ વિરપુર ગ્રામ પંચાયત તલાટી નરેશભાઈ પટેલ સહિતના અઘિકારીઓ ઉપસ્થિતીમાં ગેરકાયદેસર રીતે દબાણકર્તાઓનુ આજ રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો જેસીબી વડે દુર કરવામાં આવ્યા હતા જેના કારણે વિરપુરના નગરજનોની પ્રજામાં કહિ ખુશી તો કહિ ગમ જેઓ માહોલ સર્જાયો હતો ઉપરાંત વિરપુર નગરના વિકાસપથના દબાણો બાબતને લઈને અનેક વાર ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જે પૈકી એક પણ રજુઆતો સ્થાનિક તંત્ર દ્વારા નીકાલ કરવામાં આવ્યો નતો પણ આખરે સ્થાનિક તંત્રને આગામી દિવસોમાં નવરાત્રી તેમજ દિવાળી તહેવાર આવી રહ્યાં હોવાથી ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે અનુલક્ષીને આજે સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી અને ગેરકાયદેસર કરાયેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યાં છે.

વિરપુરની સ્થાનિક પ્રજા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને લઇને અવર નવર મુશ્કેલી અનુભવી રહી હતી આજે વિરપુર સ્થાનિક તંત્ર દ્વારા વિકાસપથ પરના ગેરકાયદેસર બાંધકામ કરાયેલા દબાણ દુર કરવામાં આવ્યા હોવાથી હવે શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જવામાં અમને અનુકૂળ રહેશે તેમજ જ્યાંરે અમે કોઈ જોખમ વગર ખુલ્લા મનથી અમે વિકાસપથ ના જાહેર રસ્તા પર ચાલી સકીશુ*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.