Western Times News

Gujarati News

વિરપુર પાસે છકડો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક સવારનું મોત

OBC દાખલો મેળવી પરત ફરી રહેલા યુવાનને કાળ ભરખી ગયો….

વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વિરપુર લીમડીયા રોડ પર છકડો આને બાઈક વચ્ચે ભારે અકસ્માત થતાં બાઈક સવારનું ધટના સ્થળે જ મોત નિપજયું હતું પોલીસ સુત્રો દ્વારા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુર તાલુકાના કસલાલટી ગામના બે યુવાન રવી નાથાભાઈ પટેલ અને ધર્મેન્દ્ર માનાભાઈ પારગી આ બંને યુવાન ઓબીસી દાખલાની કામગીરી કરવા માટે પોતાની મોટરસાયકલ વિરપુર આવ્યા હતા બાદમાં ઓબીસી દાખલાની કામગીરી પુરી કરી ધર તરફ ફરી રહ્યા હતા

તે દરમિયાન વિરપુર લીમડીયા રોડ પર ઝમજર માતાના મંદિર પાસે લીમડીયા રોડ પરથી આવી રહેલી પીયાગો રીક્ષા. GJ7 VW 7733  પુરપાટ ઝડપે દોડી આવતી રીક્ષાએ સામેથી મોટરસાયકલ પર આવી રહેલ બે યુવાનોને ધડાકા  સાથે અથડાતા મોટરસાયકલ પર બેઠેલા બંને યુવાનો ઉછળી અને રસ્તા પર પટકાયા હતા

રવી નાથાભાઈ પટેલ ના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ કરૂણ મોત નિપજયું હતું અને મોટરસાયકલની પાછળ બેઠેલ યુવાન ધર્મેન્દ્રભાઈને માથાના ભાગે ઈજાઓ થતાં સારવાર અર્થે દવાખાનામાં મોકલી આપ્યો હતો જ્યારે પીઆગો રીક્ષા ચાલક નાશી છુટવામાં સફળ રહ્યો હતો આ ઘટનાની જાણ વિરપુર પોલીસ સ્ટેશને મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પીઆગો રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.