વિરપુર બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને બેસી રહેલા મુસાફરો માટે ટપકતું પાણી આફત સમા
વિરપુર: વિરપુર તાલુકા મથકનું એસટી બસ સ્ટેન્ડ વિરપુર તાલુકાના મુસાફરો માટે સુવિધાના નામે શુન્ય જોવા મળે છે જર્જરિત બસસ્ટેશન હોવાથી ચોમાસા દરમ્યાન પાણી સતત ટપકતુ રહે છે જેના કારણે મુસાફરો ભારે તકલીફ પડી રહી છે ત્યારે બીજી બાજુ બસ સ્ટેન્ડમા મુસાફરોને ઉભા રહેવાના ફાંફા પડી રહ્યા છે
જ્યારે છતને જોતાં મુસાફરો ત્યાં ઉભા રહેવુ સુરક્ષિત લાગતું નથી ધાબામા પડ઼ેલ તિરાડોથિ ભય લાગતો હોવાથી ક્યારેક ઓચિંતી કોઈ મોટી દુર્ઘટના ઘટનાની સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત ગુજરાતનાં મોટાભાગના બસસ્ટેશન ઇમારત અધુનીકરણ થઈ નવીન બસસ્ટેશનનું લોકાર્પણ થયુ પણ વિરપુરમા નવા બસ સ્ટેન્ડની જરુર હોવાં છતા પણ નવું બનાવવામાં આવતું નથી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તાલુકાની પ્રજાની માંગને ધ્યાનમા લઇ આ જર્જરિત બસસ્ટેશન માં કોઈ આકસ્મિક હોનારત થાય તેં પહેલા નવું બનવવામા આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે…