વિરપુર-બાલાસિનોર ક્ષત્રિય ઠાકોર સમાજની ૨૫૧ દીકરીઓ દશેરા નિમિતે તલવાર રાશ રમશે
(પ્રતિનિધિ) વિરપુર, આજરોજ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ બાલાસિનોર વિરપુર તાલુકાના તમામ વડીલો યુવાન આગેવાનો દ્વારા મીટીંગ યોજાઈ જેમાં આ વર્ષે હિન્દુ સંસ્કૃતિના વારસા મુજબ ક્ષત્રિય રઘુવંશી શ્રી રામ દ્વારા રાવણનામના રાક્ષસનો નાશ કરવામાં આવ્યો તે ઈતિહાસ ને આવનારી પેઢીને આપવા વર્ષોથી દશેરા વિજયાદશમીનો ઉત્સવ ભારતભરમાં ઉજવાય છે.
ત્યારે મહીસાગર જીલ્લામાં પણ ગતવર્ષથી દશેરા ની ઉજવણીનુ આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહયુ છે જેના અનુસંધાને આ વર્ષે દશેરા ઉજવણીનુ સ્થળ વિરપુર ખાતે ઝમજર મંદિર નકકી કરવામાં આવ્યું, આ વર્ષે ક્ષત્રિય ઠાકોર સમાજની ૨૫૧ દીકરીઓ દશેરા નિમિત્તે તલવાર રાસ કરશે અને એક હજારથી વધુ ભાઈઓ દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રપૂજા માં ભાગ લેવામાં આવશે, ગતવર્ષની જેમ નવરાત્રી નિમિત્તે બાલાસિનોર તાલુકામાં બે શકતિ રથ અને વિરપુર તાલુકામાં બે શકતિરથ દરેક ગામે ગામ ફરશે અને ક્ષત્રિય સમાજના ઐતિહાસિક વારસાને ઉજાગર કરશે તથા સમાજમાંથી કૂરીવાજો દુર થાય સમાજ વ્યશનમુકત થાય અને સમાજ શિક્ષણની દિશામાં આગળ વધે અને સમાજમાં એકતા અને જાગૃતિ વધે તેવો સંદેશો પાઠવવામાં આવશે, સાથે દરેક ગામમાં શકતિરથનુ ભવ્ય સ્વાગત થાય તેનુ પણ આયોજન કરવામાં આવ્યું, વિજયાદશમી નિમિત્તે શોભાયાત્રા યોજી ઝમજર માતાજીના મંદિરે શાસ્ત્ર અને શસ્ત્રપૂજન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે,ત્યારબાદ સ્વરૂચી ભોજન લય છુટા પડશે,આજની મિટીંગમાં પધારેલ તમામ વડીલો યુવાનો દ્વારા સર્વાનુમતે ઉપરોક્ત કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો, *