વિરપુર સહિત આસપાસના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક ધાંધિયાથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ ખોરવાયું
(પ્રતિનિધિ) વિરપુર, કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી શરૂ થયું છે ત્યારથી શાળા-કોલેજ સહીત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અટવાઈ પડ્યો છે હાલ ઓનલાઈન અભ્યાસક્રમ થકી શૈક્ષણિક સત્ર આગળ ધપાવાઈ રહ્યું છે ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના ધાંધિયા હોય ત્યાં ઇન્ટરનેટની વાત જ શું કરવી જેવી સ્થિતી જાેવા મળે છે
ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક માટે લોકોને વલખાં મારી રેહવુ પડે છે ડિજિટલ ઇન્ડિયા મુખ્યત્વે શહેરી વિસ્તારો સુધી સીમિત રહ્યું હોય તેમ લાગી રહ્યું છે હજુ પણ તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો બૂમરેંગ સાબીત થઇ રહી છે.
વિરપુર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી વિઆઈ અને આઈડિયા કંપનીના નેટવર્કમાં ખામી સર્જાતા ગ્રાહકો સહિત બાળકોને અભ્યાસથથી વંચીત રહેવાનો વારો આવ્યો છે ઓનલાઈન અભ્યાસથી અનેક બાળકોનું ભાવિ ધૂંધળું બન્યું છે
નેટવર્કના ધાંધીયા અને ઈન્ટરનેટના અભાવે બાળકો ઓનલાઈન શિક્ષણ મળતું ન હોવાથી કંપનીમાં વારંવાર રજુઆત કર્યા પછી પણ નેટવર્ક ન મળતા ગ્રાહકોને પરેશાની ભોગવવી પડી રહી છે ઉપરાંત સ્થાનિક વેપારીઓ નેટ બેન્કિંગ, મની ટ્રાન્સફર તથા બીજા અન્ય કામો મોબાઈલ નેટવર્ક દ્વારા કરવામાં આવે છે પણ નેટવર્કના ધાંધીયાના કારણે મોબાઇલ ફોન સોભાના ગાંઠિયા સમાન થઈ ગયો છે.
આ બાબતે કસ્ટમર કેરમાં ફરિયાદ કરતા રાબેતા મુજબ ચાલુ થઈ જવાનું આશ્વાસન મળે છે પણ નેટવર્કની પરિસ્થિતિ એની એ જ છે એમાં કોઈ સુાધારો થતો ન હોવાની ગ્રાહકોએ અને વિધાર્થીઓ રોષ ઠાલવતા જણાવ્યું હતું કંપનીએ ત્વરીત ફરિયાદ ઉકેલીને ગ્રાહકોને સારી સુવિાધા મળે તેવી પ્રબળ માંગ ઉઠી છે.*