વિરપુર – સુરત એસટી બસ સેવા ચાલુ થતાં પ્રજામાં ખુશી
અનેક રજૂઆતો બાદ બસસેવા ચાલુ કરાઈ:
વિરપુર: વિરપુર તાલુકામાં કોરોના કાળ પછી અનેક એસટી બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક પ્રજામાં અવર જવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે ત્યારે સ્થાનિક ગામો જેવાકે ડેભારી,ભરોડી,અને ગંધારી ગામના લોકો પોતાના ધંધા રોજગાર માટે સુરત વસેલા હોવાના કારણે અવન જવન કરવામાં ભારે તકલીફ પડી રહી હતી
જેને લઈને સ્થાનિક લોકો દ્વારા સુરત એસટી ડેપોમાં અરજી કરતા ડેપો દ્વારા સુરત -વિરપુર બસ સેવા આજથી ચાલુ કરવામાં આવી હતી જેમાં ઠેર ઠેર બસને ફુલનો હાર પહેરાવી શ્રીફળ વધેરી એસટી બસને વધાવી હતી જોકે સુરત વિરપુર જતી એસટી બસ વાયા લિંબડીયા,ગંધારી,ડેભારી,ભરોડી થઈ વિરપુર મુકામે જશે જેમાં તાલુકાના આઠ ગામોના લોકોને મુસાફરી કરવાનો લાભ મળશે તસવીર લખાણ – નવી બસસેવા ચાલુ થતાં બેહાલી ગામના યુવાનોએ ફુલહાર ચડાવી વધાવી હતી.. પુનમ પગી વિરપુર