વિરપુર સ્થાનિક તંત્ર ગોર નિદ્રામાં પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં લોકો મોતના મુખમાંથી પસાર થઈ રહ્યા છે
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઓવરહેડ પાણીની ટાંકી બનાવેલ છે કેટલાક વર્ષોથી જર્જરિત અને ભયજનક સ્થિતિમાં હોય જે ટાંકીને જમીનદોસ્ત કરવાના સમયે અને ટાંકી પાડીને તેનો કાટમાળ દુર કરી જમીન સમતળ થાય ત્યાં સુધી સુઘીના સમયગાળા દરમ્યાન કોઈ આકસ્મિક ઘટના ન બને અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે જર્જરિત ટાંકીના વિસ્તારને જીલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
આ ગામતળની હદમાં આવતી જર્જરિત પાણીની ટાંકી આજુબાજુનો પુર્વ – પશ્વિમ ૪૩ મીટર તથા ઉત્તર- દક્ષિણ ૪૦ મીટર જગ્યાના વિસ્તારને તારિખ ૧૫/૮/૨૦૧૯ થી ૬૦ દિવસ અથવા આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે ગ્રામ? પંચાયત વિરપુર દ્વારા તારિખ ૨૪/૭/૨૦૧૯ રોજ દરખાસ્ત પણ કરવામાં આવી છે તેમ છતાં જર્જરિત ટાંકીની બાજુમાં પ્રાથમિક શાળા, દુકાનો તેમજ પ્રજા ભયના ઓથા હેઠળ પ્રજા અવર જવર કરી રહી છે તેમ? છતા સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી જો કોઈ અનિચ્છનિય ઘટના બનસે તો જવાબદાર કોણ… ઉપરાંત જર્જરિત પાણીની ટાંકીની પાસે પ્રાથમિક શાળા આવેલ છે જ્યાં ૬૦ થી ૭૦ બાળકો શાળામાં અભ્યાસ અર્થે બેસે છે તેમજ જર્જરિત ટાંકીની ચારેય દિશામાં ૫ ફુટના અંતરે પાન મસાલાની ઉપરાંત રહેણાંક વિસ્તારના મકાનો પણ આવેલા છે તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સંભાળ કરવામાં આવી નથી ખાલી નોટીસ ચોંટાડી કામ પુર્ણ કરવામાં આવ્યું છે જ્યારે જીલ્લા મેજીસ્ટ્રેટ આપેલ નોટીસ નો ઉપયોગ યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી તે સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે.*