વિરપુર સ્વામિનારાયણ મંદિર સામેના ખેતરમાં દીપડાએ દેખા દીધી
મકાનમાં કામ કરી રહેલા મજુરે દીપડાને દેખ્યા હોવાની વાત : વિરપુર તાલુકામાં બીજી વાર દીપડાએ દેખા દીધી
વિરપુર: વિરપુર સ્વામિનારાયણ મંદિર સામેના ખેતરમાં ધોડા દાહડે દીપડાએ દેખા દીધી હોવાનું બહાર આવ્યું છે વિરપુર તાલુકામાં દીપડાએ બીજી વાર દેખા દીધી હોવાની ધટના પ્રકાશમાં આવી છે ખાટા ગામે આઠ માસ અગાઉ દીપડાએ કપાસના ખેતરમાં આવ્યો હતો અને આજે વિરપુર સ્વામિનારાયણ સામેના ખેતરમાં દીપડો લટાર મારતાં દેખાયો હતો
જેને લઈને વિરપુર વાસીઓમા ફફડાટ વ્યાપી ગયો છે સ્થાનિક મજુર મકાનમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન ખેતરમાં દીપડો લટાર મારતાં દેખા દેતા હોવાનું બહાર આવ્યું છે
જોકે દીપડાએ હજુ સુધી કોઈનું મારણ કર્યું હોય તેવા અહેવાલ મળ્યા નથી પણ દીપડાએ રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો
સ્વામી નારાયણ મંદિર સામેના ખેતરની બાજુમા આવેલ મકાનમાં ૬૦ વર્ષીય રહીમભાઈ સેટીંગનુ કામ કરી રહ્યા હતા તે દરમ્યાન બાજુના ખેતરમાં નજર પડતાં દિપડો લટાર મારતાં દેખાયો હતો
મકાન માલિક બોલાવતાં દીપડો ભાગી ગયો બાદમાં વિરપુર પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતા પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી આવી હતી
ખેતરના આજુબાજુના વિસ્તારોમાં દીપડાની શોધખોળ કરી હતી સાથે સાથે ગામના લોકો પણ દીપડાના સોધવા ફરી વળ્યા હતા જોકે ફોરેસ્ટ વિભાગ દ્વારા હજુ સુધી દીપડો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી…