વિરમગામમાં ફૂટ પેટ્રોલિંગ કરી માસ્ક પહેર્યા વગરના લોકોને દંડ કરાયો
વિરમગામ ટાઉન પોલીસ સ્ટાફ તથા વિરમગામ ડિવિઝન કચેરી સ્ટાફ દ્વારા વિરમગામ ટાઉન વિસ્તારમાં ગઈકાલે તથા આજે ફૂટ પેટ્રોલિંગ કરી માસ્ક પહેર્યા વગરના લોકો ને દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી તેમજ લોકોને માસ્ક પહેરવા તથા જરૂરી સોશિયલ ડીસટન્ટ જાળવવા અપીલ પણ કરવામાં આવી.
ગુજરાતના મોટા શહેરનો બાદ કરતાં નાના શહેરો તથા ગામડાઓમાં લોકો બિન્દાસ રીતે ફરતાં હોય છે. ગામડાઓમાં જિલ્લા પોલિસ સતત સુચનાઓ આપતી હોય છે. પરંતુ લોકો સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક વગર ફરતાં નજરે પડે છે.