વિરમગામમાં મોબાઇલ કંપનીઓ સામે ઓનલાઇન વેચાણનો ઠેરઠેર વિરોધ
અહમદાવાદ:અહમદાવાદ જિલ્લાના તાલુકા મથક વિરમગામ શહેરમાં રિટેલર દુકાનદારો મોબાઈલ કંપનીના બોર્ડ પર કાળા કપડાથી ઢાંકી બેધારી નીતિને વખોડી કાઢી હતી. દરેક ચીજ-વસ્તુઓનું ઓનલાઇન વેચાણ થઈ જવાને કારણે તેમજ દુકાનદારો કરતા ઓનલાઈનમાં ભાવ ઓછા હોવાથી ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરવામાં વધુ પડ્યા છે. આજ સ્થિતિ મોબાઇલમાં પણ થઇ છે. મોબાઈલ કંપનીઓ ઓનલાઈનમાં ઓછા ભાવ મૂકીને સીધો વેપાર કરી રહી છે.
જેના કારણે લાખોનું રોકાણ કરીને બેઠેલા વ્યાપારીઓને માખી મારવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતના મોબાઈલ વેપારીઓ કંપનીઓ સામે બાર ચડાવી જંગે ચઢયા છે. જેના પગલે સોમવારે વિરમગામ મોબાઈલ એસોસિયનએ પણ વિરોધ નોંધાવી કંપનીઓના બોર્ડ પર કાળા કપડા નાખી દીધા હતા.
આજરોજ વિરમગામ મોબાઇલ વેપારી એસોસિએશન તરફથી ઓનલાઈન વેચાતા મોબાઈલ કંપની સામે વિરોધ નોંધાવ્યો જે કંપનીના અમુક મોબાઇલ માત્ર ઓનલાઇન જ મળે છે.
તે મોબાઈલ લોંચીગના સેમ ડે વેપારીને વહેચવા માટે પણ મલે દરેક વેપારીઓઅે વિરોધ નોંધાવા માટે પોતાની દુકાનમા જેતે કંપનીના બોર્ડ લાગેલ હતા તેને બ્લેક કપડાથી ઢાંકીને વિરોધ નોંધાવ્યો માત્ર આટલુજ નહિ જો માંગણી સ્વિકારવામા નહિ આવે તો કોઈ ડીલર મોબાઇલ કંપની સાથે કોઈપણ જાતની લેવડ દેવડ કરશે નહી એવી ચીમકી પણ એસોસિયન તરફથી આપવામાં આવી છે.