Western Times News

Gujarati News

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર અકસ્માતઃ બેના મોત

એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત થતા એક્ટિવા ચાલક પિતા-પુત્ર કાળનો કોળિયો બની ગયા, બે વ્યક્તિ ગંભીર

અમદાવાદ, રવિવારે બપોરના સુમારે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક એક્ટિવા સાથે કાર ધડાકાભેર અથડાતા અમદાવાદના પિતા-પુત્રનાં  ઘટના સ્થળે મોત નીપજી ગયા હતા જ્યારે કારમાં સવાર બે લોકોને ઇજા થઈ હતી. કારનું ટાયર ફાટતા અમદાવાદના પિતા-પુત્રને મોત નસીબે થયું હતું.

બનાવની વિગત એવી છે કે વિરમગામ- ધાંગધ્રા હાઈવે પર રહેમલપુર નજીક કાર અને એક્ટીવાનો ધડાકાભેરર અકસ્માત થયો હતો. આઇ-૨૦ કારનું ટાયર ફાટતા તેમે એક્ટિવાને અડફેટે લીધું હતું જેમાં નીસબજાેગ પિતા-પુત્રના કરૂણ મોત થયા હતા.

કાર ચાલક હિરેન મેરજા તેની પત્ની ઇજાગ્રસ્ત, હિરેન મેરજા ના માતા નું વહેલી સવારે અકાળે મોત થતાં મોરબી ના બગથળા ગામે આવી રહ્યા હતા. મૃતક પિતા-પુત્ર અમદાવાદના વેજલપુરના વતની હતા અને અને વિરમગામ જઈ રહ્યા હતા. જ્યારે આઇ-૨૦માં સવારે હે મુસાફરોને ગંભીર ઇજા થતા તેમને વિરમગામ હૉસ્પિટલમાં ખસેજવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા વિરમગામ રૂરલ પોલીસ દોડી આવી હતી. અકસ્માત થતા માતા નું છેલ્લી વાર મોં ન જાેઈ શક્યો,માતા ને તેના નાના ભાઈ એ સાંજે આપ્યો અગ્નિદાહ આપ્યો હતો. પુરપાટે જઈ રહેલી કારનું અચાનક ટાયર ફાટતા તે ગોથું ખાઈને ડિવાડર પર ચઢી ગઈ હતી. જાેકે, તેણે એક્ટિવા ચાલકને અડફેટે લેતા પિતા-પુત્ર કાળનો કોળિયો બન્યા હતા.

આ અકસ્માતના પગલે અમદાવાદના પરિવારે મોભી ગુમાવતા પરિવાર બેસહારો થઈ ગયા જેવી કરૂણતા વ્યાપી ગઈ હતી.
વિરમગામ પોલીસે ઘટના સ્થળે જઈ અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા જ્યારે અકસ્માત અંગે કારયદેસરની કાર્યવાહી કરી અને કાર ચાલકોની તપાસ શરૂ કરી હતી. કારનું ટાયર ફાટતા પિતા-પુત્રની જિંદગીનો દીવો ઓલવાઇ ગયો છે જે હાઇવે પર વાહન ચલાવતા અનેક ચાલકો માટે ચેતવણીરૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.