વિરમગામ મેક્ષફિટ જીમના મેમ્બર્સએ રાજ્ય લેવલની પાવર લિફટીંગ સ્પર્ધામાં મેદાન માર્યું
અમદાવાદ: અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય લેવલે યોજાયેલી પાવર લિફટીંગ સ્પર્ધામાં અહમદાવાદ જિલ્લાના તાલુકા મથક વિરમગામ મેક્ષફિટ જીમના કોચ અલ્તાફ ચોપડીયાના જીમ મેમ્બર્સ જાનવી સવાની અને હારૂન વેપારીએ ભાગ લીધો હતો. રવિવારે ડિકલેથલોન, મોટેરા, અમદાવાદ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય કક્ષાએથી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમા જાનવી સવાનીએ ડેડ લિફ્ટ સ્પર્ધામાં ૧૦૦ કિલોગ્રામ વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જ્યારે હારૂન વેપારી એ ડેડ લિફ્ટ સ્પર્ધામાં ૧૬૦ કિલોગ્રામ વજન ઉંચકીને સિલ્વર મેડલ મેળવી મેક્ષફિટ જીમ તેમજ વિરમગામનુ ગૌરવ વધાર્યું છે.