Western Times News

Gujarati News

વિરાટની મુશ્કેલીઓ વધી! કેપ્ટનશિપ બાદ કોહલીને રોહિતે રેકિંગમાં પછાડ્યો

નવીદિલ્હી, ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માએ દુનિયાના દરેક મેદાન પર રન બનાવ્યા છે, પરંતુ કેટલાક વર્ષોથી તેમનું બેટ શાંત છે. તેમના બેટ વડે રન નિકળી રહ્યા નથી. તેનું નુકસાન તેમને આઇસીસી ટેસ્ટ રેકિંગમાં ભોગવવું પડી રહ્યું છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અનુભવી બેટ્‌સમેન વિરાટ કોહલીને બુધવારે તાજા આઇસીસી ટેસ્ટ રેકિંગમાં નુકસાન વેઠવું પડ્યું છે. બંને બેટ્‌સમેન એક-એક ક્રમ નીચે સરક્યા છે. રોહિત બેટ્‌સમેનની યાદીમાં હજુ પણ ટોચના રેકિંગ પર બિરાજમાન ભારતીય છે. તેમના ૭૫૪ પોઇન્ટ છે અને એક સ્થાન સરકીને આઠમા સ્થાન પર છે. વિરાટ કોહલીને ૭૨૪ રેટિંગ પોઇન્ટ છે અને તે ૧૦મા સ્થાને સરકી ગયું છે.

રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડરની યાદીમાં પોતાનો પ્રથમ નંબર યથાવત રાખ્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન વેસ્ટઇંડીઝના જેસન હોલ્ડરને હટાવીને બીજા સ્થાન પર પહોંચી ગયા છે. બોલરોની યાદીમાં અશ્વિન બીજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચોથા નંબર પર પહોંચી ગયા છે. વનડે રેકિંગમાં વિરાટ કોહલીએ પોતાનું બીજું સ્થાન યથાવત રાખ્યું છે અને રોહિત ચોથા સ્થાને પહોંચી ગયા છે.

ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટર ઉસ્માન ખ્વાઝાએ પાકિસ્તાન વિરૂદ્ધ તાજેતરમાં જ સમાપ્ત થયેલી સીરીઝમાં શાનદરા પ્રદર્શન કર્યું, જેથી તેમણે ડેવિડ વોર્નર, વિરાટ કોહલી, ઋષભ પંત, રોહિત શર્મા અને ટ્રેવિસ હેડ જેવા દિગ્ગજ બેટ્‌સમેનોને પછાડતા આઇસીસી તાજેતરની બેટ્‌સમેન ટેસ્ટ રેન્કિંગમાં તે છલાંગ લગાવીને સાતમા નંબર પર પહોંચી ગયા છે. ઋષભ પંત ટોચ-૧૦ થી બહાર થઇ ગયા અને તાજા રેકિંગ યાદીમાં ૧૧મા સ્થાન પર છે.

ઉસ્માન ખ્વાઝા પાકિસ્તાનના વિરૂદ્ધ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝમાં જાેરદાર બેટ્‌સમેન હતા, જેમણે પાંચ ઇનિંગમાં ૧૬૫.૩૩ ની સરેરાશથી ૪૯૬ રન બનાવ્યા. સીરીઝમાં તેમનો સ્કોર ૯૭, ૧૬૦, ૪૪ અણનમ ૯૧ અને ૧૦૪ અણનમ હતા. ત્યારબાદ તેમણે સિડનીમાં નવા વર્ષના ડ્રો એશેઝ ટેસ્ટમાં બેક ટૂ બેક સદીની સાથે વર્ષની શરૂઆત કરી હતી, જે બે વર્ષથી વધુ સમય બાદ ફોર્મેટમાં તેમની વાપસી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.