વિરાટને IPLથી નિવૃત્તી લેવા માટે ચાહકોની સલાહ

દુબઈ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ફરી એકવાર આઈપીએલમાંથી આઈપીએલ બહાર થઈ ગઈ છે. કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં છે. આરસીબીના ચાહકોના સપનાઓ તુટી ગયા છે. શુક્રવારે વિરાટની ટીમને એલિમિનેટરની સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પરાજિત કરી હતી.
આર.સી.બી.ની હાર બાદ ચાહકો ખૂબ ગુસ્સે છે. લોકો વિરાટ ઉપર એટલા ગુસ્સે છે કે તેઓ તેમને આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી રહ્યા છે. શુક્રવારે આરસીબીની હારથી ટિ્વટર પર થેન્ક યુ કોહલીનો હેશ ટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
આઇપીએલની વર્તમાન સીઝનમાં આરસીબીની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ ૧૦ મેચમાંથી ૭ મેચ જીતી હતી. પરંતુ આ પછી, સતત ૫ પરાજય મેળવ્યા છે. ટીમની અપેક્ષાઓ તોડી નાખી. કોઈક રીતે આ ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ. પરંતુ આગળ વધી શકી નહીં.
આ હાર માટે ક્રિકેટના ચાહકો કેપ્ટન વિરાટ કોહલીને દોષી ઠેરવી રહ્યા છીએ. લોકો ટિ્વટર પર લખી રહ્યાં છે – બસ હવે કોહલી હવે રમવાનું છોડી દો, હવે નિવૃત્ત થાઓ. આ હાર બાદ ઘણા લોકો વિરાટને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ચાહકો ઈચ્છે છે કે હવે રોહિત શર્મા તેમનો કેપ્ટન બને. રોહિત શર્માને આ જવાબદારી સોંપવામાં આવે પ્રશંસકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને વિરાટની મજાક ઉડાવી રહ્યા છે. કેપ્ટનશિપ પર વિરાટ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઓપનિંગ માટે આવ્યો હતો. લોકો તેના ર્નિણય પર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટ કોચ ગૌતમ ગંભીર વિરાટની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા છે.