Western Times News

Gujarati News

વિરાટ-અનુષ્કા જાન્યુઆરી ૨૦૨૧માં આપશે ગુડ ન્યૂઝ!

મુંબઈ, ભાર્રંતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ એક ગુડ ન્યૂઝ શેર કર્યા છે. આ સેલિબ્રિટી કપલે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ મુજબ અનુષ્કા શર્મા પ્રેગનન્ટ હોવાનું જણાવાયું છે અને ર્ંતેેમનું ફર્સ્ટ બેબી આગામી જાન્યુઆરી ૨૦૨૧માં આવશે. વિરાટ કોહલી અને અનુષ્કાએ એક જ સાથે એક સરખી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પોસ્ટમાં બન્નેએ ર્ંઈેમના ફર્સ્ટ બેબીને લઈને ગુડ ન્યૂઝ શેર કરી છે. વિરાટ કોહલીએ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટર પર એક ટ્‌વીટ પોસ્ટ કરી છે જેમાં અનુષ્કાના બેબી બમ્પ સાથે તેેનો ફોટો છે અને કોહલીએ લખ્યું છે કે, અને પછી અમે ત્રણ થઈશું, એરાઈવિંગ જાન્યુઆરી ૨૦૨૧. અનુષ્કાએ પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જ તસવીર શેર કરી છે અને ગુડ ન્યૂઝ આપ્યા છે. વિરાટ અને અનુષ્કાની આ પોસ્ટ વાયરલ થઈ છે અને તેમના લાખો ફેન્સ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. ૨૦૧૭ની ૧૧મી ડિસેમ્બરના રોજ ઈટાલીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાયા ર્હંઈા. લગ્નના ત્રણ વર્ષ બાદ હવે કોહલી અને અનુષ્કાના ઘરે પારણું બંધાશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.