વિરાટ-અનુષ્કા વેકેશનથી આવીને તરત જ કેમ હોસ્પિટલ પહોંચ્યા હતા

મુંબઈ, સોમવારે એટલે કે ૧૩ જૂને સાંજે બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે માલદીવ્સના વેકેશન પરથી પરત ફરી હતી.
મુંબઈ આવ્યાના થોડા જ કલાકોમાં વિરાટ અને અનુષ્કા હોસ્પિટલની બહાર જાેવા મળ્યા હતા. કપલને હોસ્પિટલની બહાર જાેઈને કેટલાક ફેન્સને ચિંતા થવા લાગી હતી તો વળી કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેન્ટ હોવાની અટકળો લગાવી હતી.
જાેકે, અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ હોવાથી ડૉક્ટરની મુલાકાતે નહોતી ગઈ, કારણ બીજું જ છે. એક્સક્લુઝિવ માહિતી અનુસાર, અનુષ્કા શર્મા મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટની મુલાકાતે ગઈ હતી. હોસ્પિટલની બહાર મીડિયાના કેમેરા જાેઈને થોડા આશ્ચર્યમાં મૂકાયા હતા.
પરંતુ કપલની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નેન્સીની અટકળો લાગવા માંડી હતી. જાેકે, એક્ટ્રેસ ફિઝિયોથેરપીસ્ટ પાસે પહોંચી હતી. મહત્વનું છે કે, અનુષ્કા શર્મા આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં બોલરનો રોલ કરી રહી છે.
જેના માટે અનુષ્કા શર્મા ખૂબ મહેનત કરી રહી છે. સ્પોર્ટ્સપર્સન હોય તેઓ અમુક ચોક્કસ પ્રકારના શ્રમથી ટેવાયેલા હોય છે પરંતુ જ્યારે કોઈ બીજી વ્યક્તિ સ્ટ્રેચિંગ, રનિંગ અને ડાઈવિંગ જેવી પ્રવૃત્તિઓવાળા હેવી સ્પોર્ટ્સમાં જાેડાય ત્યારે તેના શરીરના વિવિધ અંગોમાં દુઃખાવા થાય છે.
એવામાં ફિઝિયોથેરાપીસ્ટની જરૂર પડે છે. અનુષ્કા શર્મા ચકદા એક્સપ્રેસમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં ફાસ્ટ બોલર ઝૂલણ ગોસ્વામીનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મ ઝુલણ ગોસ્વામીની બાયોપિક છે. દીકરીના જન્મ બાદ અનુષ્કા શર્મા ફિલ્મી પડદે કમબેક કરી રહી છે ત્યારે તેના માટે તડામાર તૈયારીઓ પણ કરી રહી છે. જેના માટે પ્રેક્ટિસ કરતાં કેટલાક વિડીયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યા છે.
અનુષ્કા શર્માના લીડ રોલવાળી આ ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. અનુષ્કા શર્મા છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ઝીરોમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ સાથે જાેવા મળી હતી. જે બાદ તેણે થોડો સમય બ્રેક લીધો હતો અને પતિ વિરાટ સાથે ક્વોલિટી સમય વિતાવી રહી હતી. અગાઉ ઝુલણ ગોસ્વામીની બાયોપિક માટે તૈયારી કરતી અનુષ્કાની કેટલીક તસવીરો સામે આવી હતી.
પરંતુ તે બાદ કોરોના મહામારી અને લોકડાઉન આવ્યું અને એ દરમિયાન અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ થઈ અને તેણે દીકરી વામિકાને જન્મ આપ્યો. દીકરી એક વર્ષની થયા પછી અનુષ્કા હવે કમબેકની તૈયારી કરી રહી છે.SS1MS