વિરાટ અને અનુષ્કા સાથે બ્રેકફાસ્ટ કરતા જાેવા મળ્યા
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. તેની સાથે તેમની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કાએ સોમવારે એક તસવીર શેર કરી છે જેમાં તે અને વિરાટ સવારના નાસ્તામાં જાેવા મળે છે.
વિરાટના કેપ્ટનશિપ હેઠળ ભારતને તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ઐતિહાસિક ફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં કોફીનો કપ વિરાટના હાથમાં જાેવા મળી રહ્યો છે. અનુષ્કાએ લખ્યું કે, ‘જ્યારે તમે વહેલો નાસ્તો કરો છો અને વિજય મેળવો છો.
વિરાટ પણ હસતો જાેવા મળે છે.
ભારતે હવે વિરાટની કપ્તાની હેઠળ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. શ્રેણીની પ્રથમ મેચ ૪ ઓગસ્ટે નોટિંગહામમાં રમવામાં આવશે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ૧૦ સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાવાની છે.