વિરાટ કોહલીએ અનુષ્કા સાથેની સુંદર તસવીર શેર કરી
મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ક્યારેય જાહેરમાં એકબીજા પ્રત્યેની લાગણીઓ અને પ્રેમ વ્યક્ત કરતાં અચકાતા નથી. સોશિયલ મીડિયા હોય કે ઈન્ટરવ્યૂ અનુષ્કા અને વિરાટે હંમેશા એકબીજા માટેનો પ્રેમ, માન અને પોતાની જિંદગીમાં એકબીજાના મહત્વ વિશે વાત કરવામાં ખચકાટ અનુભવ્યો નથી.
હાલમાં જ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની અનુષ્કા શર્મા સાથેની સુંદર તસવીર શેર કરી છે. તસવીરમાં બંને કુદરતના ખોળે બેસીને તળાવને નિહાળતા જાેવા મળે છે. તસવીર શેર કરતાં વિરાટે રોમેન્ટિક કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, “તું મારી સાથે હોય તો મને ગમે ત્યાં ઘર જેવું લાગે છે.
વિરાટની આ તસવીર પર અનુષ્કાએ કોમેન્ટ કરી છે. જાેકે, તેણે વિરાટના રોમેન્ટિક કેપ્શન પર રમૂજી કોમેન્ટ કરી હતી. અનુષ્કાએ લખ્યું, આ વાત સારી છે કારણકે તું ભાગ્યે જ ઘરે હોય છે.” ત્યારે વિરાટે હા…હા..હા..’ કરીને કોમેન્ટ કરી છે. અનુષ્કા અને વિરાટ એકબીજાની પોસ્ટ પર આ રીતે રમૂજી કોમેન્ટ કરતાં રહે છે.
થોડા દિવસ પહેલા વિરાટે મેદાનમાંથી એક બિલાડી સાથે તસવીર શેર કરી હતી. વિરાટે ફોટો શેર કરતાં લખ્યું હતું, “પ્રેક્ટિસ વખતે મળેલી કૂલ બિલાડી તરફથી હેલો. આ પોસ્ટ પર અનુષ્કાએ કોમેન્ટ કરતાં હેલો બિલ્લી લખ્યું ત્યારે વિરાટે પોતાનો રમૂજી અંદાજ બતાવ્યો હતો.
તેણે લખ્યું, “દિલ્હીનો છોકરો અને મુંબઈની બિલ્લી. જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ થોડા વર્ષો ડેટિંગ કર્યા બાદ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. કપલની એક દીકરી છે જેનું નામ વામિકા છે. વામિકાનો જન્મ આ વર્ષે ૨૦૨૧માં થયો છે.
વિરાટ અને અનુષ્કાએ દીકરી સમજણી ના થાય ત્યાં સુધી ચહેરો સોશિયલ મીડિયા પર ના બતાવાનો ર્નિણય કર્યો છે. અનુષ્કા અનેકવાર વિરાટ સાથે ક્રિકેટ ટૂર પર જાય છે પણ દીકરીનો ચહેરો ના દેખાય તેનું વિશેષ ધ્યાન રાખે છે.SSS