વિરાટ કોહલીએ ટી૨૦ની કેપ્ટનશિપ છોડી, સોશિયલ મીડિયા પર જાણકારી આપી
નવીદિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. દુબઈમાં રમાનાર આઈસીસી ટી૨૦ વિશ્વકપ બાદ વિરાટ કોહલી ટી૨૦ ટીમનો કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મેં કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે પણ વાત કરી છે. વિરાટે પોતાના ર્નિણયની જાણકારી બીસીસીઆઈને પણ આપી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી કોહલીની કેપ્ટનશિપ છોડવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓએ આ રેપોર્ટને નકારી દીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલી ટી૨૦ વિશ્વકપ બાદ ટી૨૦ ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરી પોતાની કેપ્ટનશિપ છોડવાનું કહ્યુ છે.HS