વિરાટ કોહલીના લીધે હેટ્રિક મળી છેઃ જસપ્રિત બુમરાહ
કિંગ્સ્ટન, શાનદાર લાઈનલેન્થ, ઝડપી રફ્તાર અને ઉછાળવાળી વિકેટને લઇને વેસ્ટઇન્ડિઝની તકલીફ સતત વધી રહી છે. બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે જસપ્રિત બુમરાહે ફરીએકવાર તરખાટ મચાવ્યો હતો. બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પ્રથમ હેટ્રિક લીધી હતી. બુમરાહે આ હેટ્રિક માટે ક્રેડિટ કેપ્ટન વિરાટ કોહલીને આપી હતી. બુમરાહ દ્વારા વેસ્ટઇન્ડિઝ સામે બોલિંગ દરમિયાન તમામ લોકો ઉત્સુક બની ગયા હતા. બુમરાહ દ્વારા વેસ્ટઇÂન્ડઝના બેટ્સમેનોને આઉટ કરવામાં આવ્યા બાદ સ્ટમ્પ માઇકમાં સાંભળી શકાયું હતું કે, કોહલી એ વખતે કહી રહ્યો હતો કે, બુમરાહ કેટલો સારો બોલર છે.
કેટલા સારા બોલર તરીકે છે. આ ઝડપી બોલિંગને લઇને બુમરાહે પણ વિરાટને ક્રેડિટ આપી હતી. હેટ્રિક સહિત બુમરાહે છ વિકેટ લીધી હતી. કેપ્ટન કોહલીને પણ આની ક્રેડિટ મળે છે. ચેસ માટે રિવ્યુ કરાવવામાં આવ્યા બાદ પહેલા મેદાનના એમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો પરંતુ રિવ્યુ લેવામાં આવ્યા બાદ ચેસ આઉટ જાહેર કરાયો હતો અને બુમરાહની હેટ્રિક થઇ હતી. વાતચીત દરમિયાન કોહલી માઇક ઉપર હતો અને બુમરાહે કહ્યું હતું કે હકીકતમાં તે અપીલ કરવા માટે નિશ્ચિત ન હતો. તેને લાગ્યું હતું કે, બેટ પર બોલ અડી ગયો છે પરંતુ રિવ્યુના પરિણામ સારા મળ્યા હતા.
હેટ્રિકની ક્રેડિટ વિરાટ કોહલીને મળે છે. બુમરાહે કહ્યું હતું કે, જ્યારે વિકેટથી મદદ મળે છે ત્યારે સફળતા હાથ લાગે છે. બીજી બાજુ બુમરાહે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં વિÂન્ડઝની હાલત કફોડી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમની શાનદાર જીત થઇ હતી અને ઇતિહાસની રનની દ્રષ્ટિએ રનની સૌથી મોટી જીત થઇ હતી.