વિરાટ કોહલીની ટીમ યુકેમાં વેક્સિનનો બીજાે ડોઝ લેશે
સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેસન શરૂ કર્યું ત્યારે ભારતીય ખેલાડીઓએ પ્રથમ ડોઝ લીધો હતો
લંડન: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ તથા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે જનારી ભારતીય ક્રિકેટ ટીમે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જાેકે, ટીમ હવે યુકે જશે તેથી વેક્સીનનો બીજાે ડોઝ તે યુકેના સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં લેશે.
ભારતીય ટીમના અત્યંત નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ખેલાડીઓ વેક્સીનનો બીજાે ડોઝ યુકે સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં લેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનની મંજૂરી આપી ત્યારે ટીમના ખેલાડીઓએ પ્રથમ ડોઝ લીધો હતો. હવે ખેલાડીઓ નિયમ પ્રમાણે બીજા ડોઝ માટે એલિજિબલ થશે
ત્યારે તેઓ યુકે હેલ્થ ડિપાર્ટમેન્ટની દેખરેખમાં બીજાે ડોઝ લેશે. વિરાટ કોહલીની ટીમ યુકે જવા રવાના થયા તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. ટીમના ખેલાડીઓ બુધવારે મુંબઈ ભેગા થશે અને ત્યાં તેમને ત્રણ વખત આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. મુંબઈમાં બે સપ્તાહનો ક્વોરેન્ટીન સમય પૂરો કર્યા બાદ ટીમ યુકેમાં બીજા ૧૦ દિવસ માટે ક્વોરેન્ટીમાં રહેશે. ક્વોરેન્ટીન સમય પૂરો થયા બાદ ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરશે.