વિરાટ કોહલીને ધમકી બાબતે DCWએ દિલ્હી પોલીસને નોટિસ ફટકારી
નવીદિલ્હી, દિલ્હીના મહિલા આયોગે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પરિવાર અને નવ મહિનાની પુત્રીને ધમકીઓનું સંજ્ઞાન લીધું છે. મહિલા આયોગે આ અંગે દિલ્હી પોલીસને પત્ર લખ્યો છે. મહિલા આયોગે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી માંગી છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હીના સાયબર ક્રાઈમના ડીસીપીને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પરિવારને ધમકી આપવામાં આવી છે.
ભારતીય ટીમની હાર બાદ આ ધમકી આપવામાં આવી છે. આ સાથે જ ક્રિકેટ ટીમના સભ્ય મોહમ્મદ શમીને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.SSS