વિરાટ કોહલીને સલમાન ખાન જરાય ગમતો નથી
નવી દિલ્હી: સલમાન ખાન અને અનુષ્કા શર્મા એક સાથે ફિલ્મ સુલતાનમાં જાેવા મળ્યા હતા. સુલતાન ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે વર્ષની મોટી ફિલ્મોમાં સામેલ હતી. ફિલ્મમાં અનુષ્કા અને સલમાન વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જાેવા મળી હતી. ફિલ્મના પ્રમોશનમાં પણ અનુષ્કા અને સલમાન એક સાથે જાેવા મળ્યા હતા. પરંતુ હવે જ્યારે અનુષ્કાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે
તો તેણે સલમાન ખાનને પોતાની વેડિંગ પાર્ટી સુદ્ધામાં પણ આમંત્રણ આપ્યું નહતું. જેની પાછળ મોટું કારણ છે. વાત જાણે એમ છે કે ૨૦૧૫માં સલમાન ખાન જ્વેલરી સ્ટોરના લોન્ચિંગ માટે દુબઈ પહોંચ્યો હતો. આ લોન્ચિંગ દરમિયાન સલમાનને અનેક સવાલ પૂછવામાં આવ્યા હતા. એટલે સુધી કે સલમાનની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવી હતી. વિરાટ અને તેની વચ્ચે સમાનતા પર જ્યારે વાત થઈ તો સલમાન ખાને તેને ફગાવતા વિરાટને મેટ્રોસેક્સ્યુઅલ ગણાવ્યો હતો. મેટ્રોસેક્સ્યુઅલનો અર્થ એક એવો વ્યક્તિ કે જે પોતાના લુકને લઈને ખુબ વિચારે છે અને શોપિંગ પર વધુ સમય સ્પેન્ડ કરે છે.
સલમાન ખાને પોતાના નિવેદન બાદ જાે કે તરત ટોપિક તો બદલી નાખ્યો પરંતુ વિરાટને કદાચ સલમાન ખાનની આ વાત જરાય ગમી નહીં. અનુષ્કા અને વિરાટના ડેસ્ટિનેશન વેડિંગ કોઈ પરીવાર્તાથી જરાય કમ નહતા. બંનેએ ઈટાલીમાં લગ્ન કર્યા અને તેમના લગ્નની તસવીરો અને વીડિયો મીડિયામાં ખુબ ચર્ચામાં રહ્યા હતા.
અનુષ્કા અને વિરાટે ઈટાલીના ટસ્કનીના એક રિસોર્ટની હેરિટેજ પ્રોપર્ટીમાં સાત ફેરા લીધા હતા. ઈટાલીમાં ગૂપચૂપ થયેલા લગ્નમાં માત્ર ૫૦ લોકો જ સામેલ થયા હતા જેમાં મોટાભાગના પરિવારના સભ્યો હતા. પરંતુ મુંબઈ પાછા ફરીને અનુષ્કા-વિરાટે દિલ્હી અને મુંબઈ બંને જ જગ્યાએ ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. આ પાર્ટીમાં બોલીવુડથી લઈને ક્રિકેટ જગતના અનેક મોટા સિતારાઓ સામેલ થયા પરંતુ સલમાન ખાન જાેવા મળ્યો નહીં. રિપોર્ટ્સનું માનીએ તો વિરાટ કોહલીને સલમાન નાપસંદ હોવાના કરાણે જ અનુષ્કાએ સલમાનને પાર્ટીથી દૂર રાખ્યો હતો.