વિરાટ કોહલી અનુષ્કા પહેલાં ઈઝાબેલના પ્રેમમાં હતો
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના સંબંધો ઘણી ચર્ચામાં રહે છે. આ કપલ ખૂબ જ ખૂબસુરત લાગે છે. પરંતુ વિરાટે એક વખત બ્રાઝીલીયન મોડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટેને ડેટ કરી હતી.
વિરાટ અને ઇસાબેલના પ્રેમના કિસ્સા એક સમયે ઘણા ચર્ચામાં રહ્યાં હતા. બ્રાઝિલિયન મોડેલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટે મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ છે. ઈસાબેલ લિટે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઇસાબેલે ૨૦૧૨ માં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ આન્સર લાઇઝ વિધ ઇન’ દ્વારા ફિલ્મોમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ઇસાબેલ અને વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૪ સુધી ડેટિંગ કર્યું. વિરાટ અને ઇઝાબેલની વધતી નિકટતા મીડિયાની નજરથી છુપી રહી શકી નહી.
જાેકે બંનેની ડેટિંગનો ખુલાસો વર્ષ ૨૦૧૩ માં થયો હતો. વિરાટ સાથેના તેના બ્રેકઅપ પછી, ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં તેના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હા, અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ સંબંધ પરસ્પર સંમતિથી સમાપ્ત થયો. વિરાટના જીવનમાંથી ઇઝાબેલના ગયા પછી અનુષ્કા શર્મા તેના જીવનમાં આવી હતી.SSS