વિરાટ કોહલી-અનુષ્કા શર્માની દીકરી બે મહિનાની થઈ ગઈ
મુંબઈ: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને ત્યાં આ વર્ષની ૧૧મી જાન્યુઆરીએ દીકરી વામિકાનો જન્મ થયો. ગુરુવારે વામિકા બે મહિનાની થઈ ત્યારે કપલે આ ખાસ દિવસને સેલિબ્રેટ કર્યો હતો અને કેક કટ કરી હતી. અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જાેતા જ મોંમાં પાણી આવી જાય તેવી રેઈનબો કેકની તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, ‘અમને બે મહિના મુબારક’. આ જ દિવસે ભારતીય ક્રિકેટર વિરાટ કહોલીએ પત્ની અનુષ્કા સાથેની ખૂબ જ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં વિરાટ અનુષ્કા પર પ્રેમ વરસાવતો જાેવા મળ્યો હતો. વિરાટે વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમ પહેર્યું હતું જ્યારે અનુષ્કા નાઈટ સૂટમાં નો-મેકઅપ લૂકમાં જાેવા મળી હતી. આ તસવીરની સાથે વિરાટે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું હતું.
૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિરાટે પત્ની અને દીકરીની સુંદર તસવીર શેર કરીને આ દિવસની શુભકામના આપી હતી. તેણે લખ્યું હતું કે, ‘બાળકનો જન્મ થતો જાેવો અવિશ્વસનીય, ડર અને આનંદ આપનારો તેમજ સૌથી અદ્ભૂત અનુભવ છે. આ અનુભવના સાક્ષી બન્યા પછી તમે મહિલાઓની સાચી શક્તિ અને દિવ્યતા તેમજ ભગવાને શા માટે તેમની અંદર નવી જિંદગી બક્ષી છે
તે સમજી શકો છો. આનું કારણ છે કે તેઓ પુરુષો કરતાં વધુ મજબૂત છે. મારા જીવનની સૌથી મજબૂત, દયાળુ અને શક્તિશાળી સ્ત્રીને વિમેન્સ ડેની શુભકામના અને તેની મમ્મીની જેમ જ મોટી થનારી દીકરીને પણ દુનિયાની બધી જ અદ્ભૂત મહિલાઓને હેપી વિમેન્સ ડે. કપલે અત્યારસુધીમાં વામિકા સાથેની માત્ર બે જ તસવીરો શેર કરી છે
જેમાંથી એક પણ તેનો ચહેરો દેખાતો નથી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ અમદાવાદમાં છે. થોડા દિવસ પહેલા બંને રિદ્ધિમાન સાહાના દીકરાના બર્થ ડે સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન બંનેએ સફેદ કલરના કપડામાં ટિ્વનિંગ કર્યું હતું.