વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જાેડીનો ફેન છે સૈફ
મુંબઈ: બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જાેડીને સૌથી બેસ્ટ જાેડીમાંથી એક માનવામાં આવે છે. પરંતુ સૈફ અલી ખાનને બોલિવુડની કોઈ બીજી જ જાેડી પસંદ છે અને તે બીજું કોઈ નહીં પરંતુ હાલમાં જ મમ્મી-પપ્પા બનેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી છે.
સૈફનું કહેવું છે કે, જ્યારે પણ તે અનુષ્કા-વિરાટને જુએ છે ત્યારે તેને તેના પિતા નવાબ મંસૂર અલી ખાન અને મમ્મી શર્મિલા ટાગોરની જાેડી યાદ આવી જાય છે.
સૈફે જણાવ્યું કે, મને બોલિવુડમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જાેડી પસંદ છે. તેઓ હંમેશા બેલેન્સ દેખાય છે. તેઓ હંમેશા ખુશ જ દેખાય છે અને તેઓ હશે પણ. સૈફ અલી ખાને આગળ કહ્યું કે, જ્યારે હું આ કપલને જાેઉ છું ત્યારે મને મારા માતા-પિતાની યાદ આવે છે.
તેમની વચ્ચે પણ આવું જ બેલેન્સ હતું. એક મૂવી સ્ટાર અને એક ક્રિકેટર. અલગ-અલગ દુનિયા. બંને પોતાની લાઈફમાં ક્લીયર રહે છે અને હંમેશા સાથે જાેવા મળે છે, મારા માતા-પિતાની જેમ. હાલમાં જ તેમના ઘરે નાની પરીનો જન્મ થયો છે અને હું ઈચ્છું છું કે, ભગવાન તેમને બધી ખુશીઓ આપે.
હાલમાં જ ફિલ્મફેર સાથે વાતચીત કરતાં, સૈફ અલી ખાને ખુલાસો કર્યો હતો કે, કરીના કપૂરની ડ્યૂ ડેટ ફેબ્રુઆરીની શરુઆતમાં છે એટલે કે ફેબ્રુઆરીની શરુઆતમાં તે બાળકને જન્મ આપશે. જેને હવે વધારે સમય બાકી રહ્યો નથી.
તેણે ઉમેર્યું હતું કે, ‘હું અને કરીના છેલ્લા કેટલાક સમયથી એકદમ શાંત થઈ ગયા છે. મને નથી લાગતું કે અમે બાળકના આવવાને લઈને ડરી ગયા છે અથવા ગંભીરતાથી અનુભવી રહ્યા છે. અમારા ઘરમાં નાના બાળકો અહીંયા-ત્યાં ફરતા હશે તે વિચારીને જ ઉત્સાહિત થઈ રહ્યા છીએ.
બીજા બાળકના જન્મ પહેલા, સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. તેમના નવા ઘરમાં મોટું ટેરેસ્, સ્વિમિંગ પૂલ, લાયબ્રેરી અને આઉટડોર એરિયા છે.
આ સિવાય કપલે તેમના આવનારા બાળક માટે નવી નર્સરી પણ બનાવડાવી છે. બીજી તરફ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની વાત કરીએ તો, તેમને ત્યાં ગયા મહિને દીકરીનો જન્મ થયો હતો.
જાે કે, પહેલી ફેબ્રુઆરીએ કપલે દીકરી સાથેની એક તસવીર શેર કરીને તેનું નામ જણાવ્યું છે. વિરુષ્કાએ તેમની દીકરીનું નામ વામિકા પાડ્યું છે. જે મા દુર્ગાના ઘણા નામોમાંથી એક છે.