વિરાટ કોહલી પણ ધોનીની માફક જાણે છે કે ક્યારે કેપ્ટનશીપ છોડવાની છે. : કિરણ મોરે.
ચેન્નાઇ: ભારત અને ઇંગ્લેંડ સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મેચમાં ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયા ની સતત આ ચોથી હાર છે. આવામાં હવે તેની કેપ્ટનશીપને લઇને ખૂબ ચર્ચાઓ થવા લાગી છે. મર્યાદિત ઓવરમાં જ્યા રોહિત શર્મા ને કેપ્ટન બનાવાવની માંગ ક્રિકેટ એકસપર્ટ કરી રહ્યા છે. તો હવે ટેસ્ટ ક્રિકેટ માટે ની કેપ્ટનશીપ અજીંકય રહાણે ને સોંપવા માટેની માંગ પણ થવા લાગી છે. ટીમ ઇન્ડીયાના પુર્વ ક્રિકેટર કિરણ મોરેએ વિરાટ કોહલીની કેપ્ટનશીપને લઇને ચાલી રહેલી ચર્ચા પર પોતાની વાત મુકી છે.
હાલમાં રહાણેની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલીયા માં ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં બે ટેસ્ટ મેચમાં જીત અને એક ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ઓસ્ટ્રેલીયામાં ભારતે એક માત્ર એડીલેડ ટેસ્ટ ગુમાવી હતી. જે મેચ વિરાટ કોહલી ની કેપ્ટનશીપમાં ગુમાવી હતી.
કિરણ મોરેએ કહ્યુ હતુ કે, વિરાટ કોહલી નંબર વન ખેલાડી છે. તે બેસ્ટ છે, તેની કેપ્ટનશીપને લઇને ચર્ચા કરવી એ ખૂબ ઉતાવળ હશે. વિરાટ પોતાની ઇમાનદારીના માટે જાણીતો છે. તે એવો શખ્શ છે, તેને ખ્યાલ છે કે ક્યારે કેપ્ટનશીપ છોડવાની છે, જેમ કે મહેન્દ્રસિંહ ધોનીએ કર્યુ હતુ. ભારતે હાલમાં ઓસ્ટ્રેલીયા સામે સારુ પ્રદર્શન કર્યુ હતુ, પરંતુ આ પહેલા વિરાટ કોહલી પણ પોતાની કેપ્ટનશીપમાં આવુ કરી શક્યુ છે.
મોરેએ આગળ વાત કરતા કહ્યુ હતુ કે, બધીજ એનર્જી એ વાતમાં લગાવી દેવી જાેઇએ કે આગળની મેચ કેવી રીતે જીતી શકાય. મને લાગે છે કે, ભારત મજબૂત વાપસી કરશે. હવે આપણ આ કંડીશનમાં એક મેચ રમી ચુક્યા છીએ અને મને લાગે છે કે, બોલર સારી બોલીંગ કરશે. એટલુ જ નહી અમારા બેટ્સમેન પણ સારુ પ્રદર્શન કરશે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની સિરીઝની બીજી ટેસ્ટ મેચ પણ ચેન્નાઇમાં જ રમાનારી છે.