વિરાટ કોહલી ફ્લોપ : ત્રણ રન કરીને સસ્તામાં આઉટ
ક્રાઇસ્ટચર્ચ: દુનિયાના નંબર વન બેટ્સમેન અને હાલના ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો ખરાબ દેખાવ જારી રહ્યો છે. કોહલી આજે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે માત્ર ત્રણ રન કરીને આઉટ થયો હતો. આની સાથે જ તેનો ખરાબ દેખાવ જારી રહ્યો છે. ૧૫ બોલ રમ્યા બાદ કોહલી માત્ર ત્રણ રન કરીને આઉટ થયો હતો. આ ટેસ્ટમાં તેના ખરાબ દેખાવને આવરી લેવામાં આવે તો કોહલીએ તેની ૧૦ ઇનિંગ્સમાં માત્ર ૨૦૪ રન કર્યા છે. ફોર્મમાં હોવાની સ્થિતિમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. બીજી બાજુ રાહુલને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. વિરાટ કોહલી ન્યુઝીલેન્ડના પ્રવાસમાં પોતાની પ્રતિષ્ઠા મુજબ દેખાવ કરી શકતો નથી. આજ કારણ છે કે, ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણી ૦-૩થી ગુમાવી દીધી હતી. આ ઉપરાંત વેલિંગ્ટન ટેસ્ટ મેચમાં પણ ૧૦ વિકેટે હાર થઇ હતી.
જા કે, આ પહેલા ભારતે ટી-૨૦ શ્રેણીમાં ૫-૦થી જીત મેળવી હતી પરંતુ તે વખતે ટીમમાં રોહિત શર્મા જેવો અનુભવી બેટ્સમેન હતો. વિરાટ કોહલીના વર્તમાન પ્રવાસ ઉપર નજર કરવામાં આવે તો કોહલીએ ક્રમશઃ ટી-૨૦ શ્રેણીમાં ૪૫, ૧૧, ૩૮ અને ૧૧ રન કર્યા હતા. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં ૨ અને ૧૯ રન કર્યા હતા. હવે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં પણ તે માત્ર ત્રણ રન કરીને આઉટ થયો છે. સમગ્ર દુનિયા જેને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણે છે તે બેટ્સમેન માટે આ પ્રકારના આંકડા ચિંતા ઉપજાવે તેવા છે.
વિરાટ કોહલીએ આ પહેલા કોલકાતામાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ૧૩૬ રન કર્યા હતા જ્યારે ઇન્દોરમાં તે ન્યુઝીલેન્ડની સામે ખાતુ ખોલ્યા વગર આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાની સામે શ્રેણીમાં વિશાખાપટ્ટનમમાં ૨૦ અને અણનમ ૩૧ રન તથા પુણેમાં ૨૫૪ રનની ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો. વિદેશી જમીન પર ભારતીય બેટ્સમેનને હંમેશા મુશ્કેલી નડી છે. દુનિયાના નંબર એક બેટ્સમેન સસ્તામાં આઉટ થઇ જાય તો ટીમ ઈન્ડિયા ઉપર દબાણ આવી જાય છે. આવી Âસ્થતિ ભારતીય ટીમ સામે થઇ છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારત સામે વનડે શ્રેણી બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં પણ સતત સારો દેખાવ કરી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પ્રેકટીસમાં જારદાર રહ્યા હોવા છતાં બીજી ટેસ્ટના પ્રથમ દિવસે આજે નિષ્ફળ રહ્યા હતા. ખરાબ દેખાવ ચિંતા ઉપજાવે છે.