વિરાટ પછી એલ રાહુલ કેપ્ટન બની શકે : ગાવસ્કર
નવી દિલ્હી:(New Delhi) વિરાટ કોહલીને (Virat Kohli)પહેલાથી જ ભાવિ કેપ્ટનની ભુમીકાને લઇને તૈયાર કરવામાં આવતો.(Dhoni) ધોની જ્યારે કેપ્ટન હતો, એ દરમ્યાન જ ધોનીનો ખાલીપો કોણ પુરશે એ સવાલના જવાબ માટે થઇને(BCCI) બીસીસીઆઇ દ્રારા સતત કવાયત કરાતી હતી. જેના ફળ સ્વરુપે ટીમ ઇન્ડીયાને વિરાટ કોહલીના સ્વરુપ નવો જ કેપ્ટન પ્રાપ્ત થયો હતો. ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી એ દરમ્યાન જ ટેસ્ટ ક્રિકેટથી ધોનીએ સન્યાસ જાહેર કર્યો હતો. તુરત જ બીસીસીઆઇએ કોહલીને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી હતી. ભારતીય ટીમને કોહલીએ એક નવી ઉંચાઇઓ, અપાવવા સાથે પોતાને પણ ક્રિકેટના તમામ ફોર્મેટમાં સાબિત કરી દીધો છે.
કોહલીની હાલમાં ત્રીસ વર્ષનો છે, તે ત્રીસમાં પ્રવેશ કરતા જ હવે એ વાતે પણ જોર પકડ્યુ છે, કે હવે કોહલી પછી કોણ હોઇ શકે છે. જે કોહલીની જગ્યા લઇ શકે છે. આમ તો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ તે પદ માટે ઉત્તમ દાવેદાર માનવામાં આવે છે. જેનુ પ્રદર્શન પણ શાનદાર છે અને ટીમ માટે ઉપયોગી પણ નિવડે છે પણ જોકે તે પણ ઉંમરની બાબતમાં કોહલીનો સમોવડીયો છે. સુનિલ ગવાસ્કર જે ભારતીય ટીમના પુર્વ કપ્તાન રહી ચુક્યા છે. તેઓ પાસે પણ એક નામ છે, જેને વાઇસ કેપ્ટનની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે.
ગવાસ્કર પાસે જે નામ છે તે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કે એલ રાહુલ છે. જેને ટીમ ઇન્ડીયા માટે તૈયાર કરી શકાય છે. ગવાસ્કરે કહ્યુ છે કે, કે એલ રાહુલ માટે એ કરી દેખાડવાનો આ શ્રેષ્ઠ મોકો છે, જવાબદારી મળવા પર તે રન બનાવી શકે છે. બીજુ એ પણ બતાવી શકે છે કે તે કેપ્ટનશીપ કરવા માટે પણ સક્ષમ છે તેમજ કેવી રીતે ટીમને દીશામાં લઇ જાય છે અને સારુ બહાર લાવવા માટેની કોશીષ કરે છે. જો તે આમ કરે છે તો ભારતીય ક્રિકેટ ટીમના ઉપ કપ્તાન બની શકે છે.