વિરાટ પાસેથી વન-ડેની કેપ્ટનશીપ આંચકી લેવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Virat-2.jpg)
નવી દિલ્હી, ટી-૨૦ વિશ્વ કપ પહેલા જ વિરાટ કોહલીએ ટી-૨૦ ફોર્મેટમાં કે્પ્ટનશિપ છોડવાનુ જાહેર કર્યુ હતુ. જાેકે ટી-૨૦ વિશ્વ કપમાં ભારતનુ જે રીતે કંગાળ પ્રદર્શન રહ્યુ છે તે બાદ હવે કોહલી પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશિપ પણ લઈ લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
એક હિન્દી અખબારના અહેવાલ અનુસાર ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે, ટી-૨૦ અને વન ડેમાં એક જ કેપ્ટન હોય અને ક્રિકેટ બોર્ડ પણ કોહલીના કેપ્ટન તરીકેના દેખાવથી ખુશ નથી. ક્રિકેટ બોર્ડને આશા હતી કે, ભારત કમસે કમ સેમિ ફાઈનલમાં તો પહોંચી જશે પણ એવુ થયુ નથી.
હવે નવસેરથી ટીમ બનાવવાની પ્રક્રિયા પર ધ્યાન અપાઈ રહ્યુ છે. ક્રિકેટ બોર્ડ વ્હાઈટ બોલ ક્રિકેટ માટે એક કેપ્ટન અને રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ મેચ માટે એક કેપ્ટન એમ બે કેપ્ટનની થીયરી પર વિચારણા કરી રહ્યુ છે.
વિરાટની કેપ્ટનશીપ હેઠળ ભારત એક પણ આઈસીસી ટુર્નામેન્ટ જીતી શક્યુ નથી. તેમાં પણ હાલના ટી-૨૦ વિશ્વકપમાં તો ભારત સેમી ફાઈનલમાં પહોંચે તેવી આશા પણ ધૂંધળી બની ચુકી છે.SSS