વિરાત્રા માતાજીના મેળામાં લાખો ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી-સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના હજારો ભક્તોનું અસ્થાનું તીર્થધામ વિરાત્રા વાંકલ માતાજીના પાવન લોકમેળામાં ગુજરાત-રાજસ્થાનના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મા વાંકલ માતાજીના ચરણોમાં શીશ નમાવી,દર્શ,અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાન-ગુજરાત સરહદે બાડમેર નજીક ચૌહટન પાસે વિરાત્રા માતાજીના મેળામાં દૂર દૂરથી ભક્તો ભારે આસ્થા સાથે ઉમટી પડીને રાખેલી બાધા,માનતાઓ ફળતાં અહીં આવી તે પુરી કરી હતી.જ્યારે અનેક ભક્તોએ પોતાની મનોકામના પૂર્તિ અર્થે માનતાઓ રાખી હતી..વીરાત્રા ધર્માર્થ ટ્રસ્ટના અધ્યક્ષ સગતસિંહ પરો,સચિવ ભેરસિંહ,કોષાધ્યક્ષ રૂપસિંહ રાઠોડ, ઉપાધ્યક્ષ તનસિંહ સોઢા અને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ વગરેએન સાન્નિધ્યે મેળો શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો.