Western Times News

Gujarati News

વિરુષ્કાએ એક કેમેરામેનને પુત્રીની તસવીર ન લેવા દીધી

મુંબઈ: પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ૧૧મી જાન્યુઆરીએ મુંબઈમાં તેમના પહેલા સંતાનનું સ્વાગત કર્યું. વિરાટે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું અને ગ્રાન્ડ ન્યૂઝ શેર કર્યા હતા. હવે, કપલે મુંબઈના પાપારાઝીઓને તેમની દીકરીની તસવીરો ક્લિક કરવાનું ટાળવાની અપીલ કરી છે,

કારણ કે તેઓ તેની પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માગે છે. મુંબઈના પાપારાઝીઓને વિરાટ તેમજ અનુષ્કાએ એક નોટ મોકલી છે. જેમાં લખ્યું છે કે, હેલ્લો, આટલા વર્ષો સુધી તમે અમને જે પ્રેમ આપ્યો છે તેના માટે આભાર.

અમે તમારી સાથે આ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા માટે ખુશ છીએ. માતા-પિતા તરીકે અમારે તમને એક સરળ વિનંતી કરવી છે. અમે અમારા બાળકની પ્રાઈવસીનું રક્ષણ કરવા માગી છીએ અને આ માટે અમને તમારી મદદ અને સમર્થનની જરૂર છે’.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આ સાથે પાપારાઝીને ખાતરી આપી છે કે, તેઓ યોગ્ય સમયે તેમની દીકરીની તસવીરો શેર કરશે. કપલે વધુમાં કહ્યું છે કે, અમે હંમેશા સુનિશ્ચિત કરીશું કે તમને લોકોને અમારા તરફથી કન્ટેન્ટ મળે, પરંતુ અમારી તમને વિનંતી છે કે, અમારા બાળક સાથે અત્યારે તેમ કરશો નહીં. અમે જાણીએ છીએ કે, તમે તે વાત સમજશો કે અમે ક્યાંથી આવી રહ્યા છીએ અને અમે આ માટે તમારો આભાર માનીએ છીએ. મુંબઈની જે હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો છે

ત્યાં પણ અનુષ્કા અને વિરાટે કડક સુરક્ષા ગોઠવી દીધી છે. કપલે કોઈ પણ પ્રકારની ગિફ્ટ કે બૂકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે તેમજ હોસ્પિટલમાં નજીકના સંબંધીઓને પણ મળવા દેવા જવાની મંજૂરી આપી નથી. હોસ્પિટલની અંદર સિક્યુરિટી એટલી ટાઈટ છે કે, આજુબાજુના રૂમમાં દાખલ થયેલા દર્દીઓને મળવા આવતા લોકો અથવા હોસ્પિટલના સ્ટાફને તેમની દીકરીની ઝલક ન મળી શકે.

અગાઉ, વિરાટે એક નિવેદન જાહેર કર્યું હતું અને મા-દીકરી બંને સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘અમને જણાવતાં ખૂબ આનંદ થાય છે કે આજે બપોરે અમારી દીકરીનો જન્મ થયો છે. અમારું સૌભાગ્ય છે કે અમને જીવનના આ નવા ચેપ્ટરનો અનુભવ કરવાની તક મળી. અમને આશા છે કે આ સમયે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.