વિરુષ્કા બોલીવુડનું બીજુ સૌથી પાવરફુલ કપલ બન્યું
મુંબઈ, દેશના સૌથી પાવરફુલ કપલ્સના મામલે આ વખતે ભલે કોર્પોરેટ વર્લ્ડની જાેડી એટલે કે મુકેશ અંબાણી-નીતા અંબાણીનું નામ સૌથી ઉપર હોય, પરંતુ બોલીવુડમાં આ મામલે દીપિકા-રણવીરે બાજી મારી લીધી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના સૌથી પાવરફુલ કપલ બની ગયા છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બ્રાંડ્સએ હાલમાં જ કરેલા એક સર્વેમાં બોલીવુડના અનેક કપલ્સ સામેલ કરવામાં આવ્યા હતા.
જાેકે ખાલી બોલીવુડના જ કપલની વાત કરીએ તો પહેલા નંબરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સૌથી પાવરફુલ કપલ બની ગયા છે. જ્યારે બીજા નંબરે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જાેડી છે. આ સર્વેમાં ૨૫ થી ૪૦ વર્ષના ૧૩૬૨ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને એમને કોર્પોરેટથી લઇને બોલીવુડના કપલ્સની કેટલીક ખાસયિતો વિશે પૂછવામાં આવ્યું હતું.
જેમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જાેડીને સૌથી વધુ ૮૬ ટકા વોટ મળ્યા હતા, જ્યારે અનુષ્કા અને વિરાટને ૭૯ ટકા લોકોએ પારવફુલ કપલ તરીકે ગણાવ્યું હતું. દીપિકા અને રણવીરની જાેડીને સૌથી વધારે ફનલવિંગ, ચાર્મિંગ અને બધાથી અલગ આંકવામાં આવી છે.
બોલીવુડની બીજી સૌથી પાવરફુલ જાેડી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સૌથી ઓથેન્ટિક અને બેસ્ટ બ્રાન્ડ જાેડી માનવામાં આવી છે. ગત વર્ષે પણ આ મામલે દીપિકા-રણવીર અને અનુષ્કા-વિરાટની જાેડી વચ્ચે ટક્કર જાેવા મળી હતી.
આ સર્વેમાં સૌથી સન્માનિત જાેડી તરીકે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જાેડીને સામેલ કરવામાં આવી છે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જાેડીને સૌથી સ્ટાઇલિશ કપલ માનવામાં આવે છે.
આ સર્વેમાં આલિયા-રણબીરને ૭૨ ટકા વોટ મળ્યા છે. આ જાેડીઓમાં અક્ષય કુમાર અને ટિ્વંકલ ખન્નાની જાેડીને સૌથી બેબાક અને ભરોસાપાત્ર જાેડી માનવામાં આવે છે. ટિ્વંકલ-અક્ષયની જાેડીને કુલ ૬૮ ટકા વોટ મળ્યા હતા.
આ વર્ષે બોલીવુડની સૌથી પાવરફુલ જાેડીની રેસમાં કેટરિના કૈફ અને વિકી કૌશલની જાેડીને પણ સામેલ કરવામાં આવી છે. આ કપલ એમના લગ્નને લઇને ચર્ચાનો વિષય બનેલું છે. આ સિવાય આ યાદીમાં શાહરુખ-ગૌરી, સિદ્ધાર્થ રોય કપૂર-વિદ્યા બાલન, જાવેદ અખ્તર અને શબાના આઝમી તથા ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર પણ સામેલ હતા.SSS