વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરની તબિયત લથડી
અમદાવાદ, સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઇડી સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું અને તેમની આ મામલે પૂછપરછ પણ થઇ છે ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસનો કાર્યકર્તાઓ ઈડી ઓફિસ જવા નીકળ્યા તે દરમિયાન પોલીસે ગેટ બંધ કરી દીધો હતો. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક કાર્યકર્તાઓ બહાર જવામાં સફળ થયા ત્યારે કેટલાક કન્વેન્શન હોલ પરિસરમાં જ રહ્યા હતાં.
કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતુ. તે દરમિયાન નેતા વિરજીભાઇ ઠુમ્મર મૂર્છિત થઇ ગયા હતા. બહાર નીકળેલા કાર્યકરોએ રામધૂન કરી સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એક બાદ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
અમિત ચાવડા આવ્યા તે સમયે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ. ખુલ્લામાં વિરોધ સમયે ડિહાઇડ્રેશન થતાં કોંગ્રેસ નેતા વિરજીભાઇ ઠુંમર ઢળી પડ્યા હતાં. જ્યાં તેઓ એક મહિલા કાર્યકર્તાના ખોળામાં માથું રાખીને સૂતા હતા.
આસપાસ રહેલા કાર્યકર્તાઓ તેમને પાણી પીવડાવી રહ્યા હતા અને પવન નાંખી રહ્યા હતા. ત્યાં પરેશ ધાનાણી પણ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ તેમને થોડા લોકોએ ઊંચકીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.hs3kp