વિલંબ થાય તો પણ વેક્સિન માટે ફરી શિડ્યુલ નહીં કરવું પડે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/corona1-3-scaled.jpg)
Files Photo
નવી દિલ્હી: જાે કોઈ કારણે કોરોનાની રસીનો બીજાે ડોઝ નિશ્ચિત સમય પર ના લઈ શકાય તો બીજાે ડોઝ પહેલો ડોઝ જ માનવામાં આવશે? એટલે શું કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવા પડશે? વેક્સીનને લઈને ઘણાં લોકોના મગજમાં અલગ-અલગ સવાલો થઈ રહ્યા છે. જાેકે, કોઈ કારણોસર બીજાે ડોઝ સમયસર ના લઈ શક્યા હોય તો તેમને એક્સપર્ટ શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં કરવાની સલાહ આપી રહ્યા છે. એ વાતનું ધ્યાન રહે કે હાલ કોરોનાની પહેલી ડોઝ લીધાના ૪થી ૬ અઠવાડિયા પછી બીજાે ડોઝ લેવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.
દેશમાં હાલ કોવિશીલ્ડ અને કોવેક્સીન જ લગાવવામાં આવી રહી છે, અને નિયમ પ્રમાણે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજાે ડોઝ લેવો જાેઈએ. એક્સપર્ટનું માનવું છે કે જાે તમે આ બેમાંથી કોઈ વેક્સીન લીધી હોય તો તેના ૪થી ૬ અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ગયો હોય પરંતુ બીજાે ડોઝ કોઈ કારણોસર ના લઈ શક્યા હોય તો એવું ના વિચારશો કે પહેલો ડોઝ નકામો ગયો છે. એક્સપર્ટનું કહેવું છે કે બીજાે ડોઝ લેવામાં મોડું થાય એનો મતલબ એ નથી કે હવે વેક્સીન માટે ફરી શિડ્યુલ કરવું પડશે. તેઓ કહે છે કે વેક્સીન લીધાના ૬ અઠવાડિયા પછી બીજાે ડોઝ ના લઈ શકો તો તો પણ તમારે એક જ વાર રસી લેવાની છે.
રસીકરણ પછી વિપરિત પરિસ્થિતિ સર્જાય તો તેના પર નજર રાખવા માટેની રાષ્ટ્રીય સમિતિના સભ્ય ડૉ. એનકે અરોરા કહે છે કે જાે બીજાે ડોઝ લેવામાં મોડું થાય તો ચિંતાની કોઈ વાત નથી. તેમણે કહ્યું, અમને ખબર છે કે ઘણાં લોકો બીજાે ડોઝ સમય પર લઈ શકતા નથી. તેમણે ચિંતા કરવાની જરુર નથી. જાે પહેલા ડોઝ પછી ૬ અઠવાડિયાની જગ્યાએ ૮થી ૧૦ અઠવાડિયા થઈ જાય તો પણ બીજાે ડોઝ સફળ રહે છે.
કોઈએ પણ મોડું થવા પર ફરીથી પુણે સ્થિતિ ભારતીય વૈજ્ઞાનિક શિક્ષા અને શોધ સંસ્થાન (આઈઆઈએસઈઆર)ના ડૉ. વિનીતા બલ કહે છે કે “વેક્સીનનો પહેલો ડોઝ લેતા જ કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી તૈયાર થવા લાગે છે, જે બીજાે ડોઝ લેવામાં મોડું થાય તો ખતમ નથી થઈ જતી. થાય છે એવું કે તમે જ્યાં સુધી બીજાે ડોઝ નથી લેતા ત્યાં સુધી તમારામાં ભરપૂર ઈમ્યુનિટી પેદા થાય છે અને ક્વોન્ટિટી વધી જાય છે. તેમણે કહ્યું કે પહેલી ડોઝની અસર તો શરીરમાં બનેલી જ રહે છે, પરંતુ તેની ઉંમર અડધી થઈ જાય છે. વેક્સીનથી જે એન્ટિબોડી તૈયાર થાય છે તે મૂળતઃ પ્રોટીન હોય છે, જે સમયની સાથે-સાથે ઘટે છે, ભલે તેનો ઉપયોગ થાય કે ના થાય.
ડૉ. વિનીતા બળ આગળ જણાવે છે કે, પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી પેદા થઈ છે, તે સંભવતઃ ચારથી ૫ મહિના પછી ઘટવાનું શરુ થશે. કોવિશીલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર ૪થી વધારીને ૧૨ અઠવાડિયા કરાયું છે. તેમણે કહ્યું, કોવીશિલ્ડ પર આંતરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયલ થયું અને ૧૨ અઠવાડિયા બાદ બીજાે ડોઝ આપવા પર તે વધારે સફળ સાબિત થઈ છે. વેલ્લૌર સ્થિતિ સીએમસીમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ગગનદીપ કાંગ કહે છે કે જાે કોઈ વ્યક્તિ વેક્સીનનો પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થાય છે તો ૬થી ૧૦ અઠવાડિયામાં તેની રિકવરી થઈ જાય છે
ત્યારે પણ બીજાે ડોઝ લઈ લેવો જાેઈએ. જ્યાં સુધી વાત ભારતીય કોરોનાની રસી કોવેક્સીનની વાત છે તો તેના પર આવી કોઈ ટ્રાયલ નથી થઈ. ડૉ. વિનીતા બલ કહે છે કે, કોવેક્સીન બનાવનાર (આઈસીએમઆર અને ભારત બાયોટેક)એ પહેલો ડોઝ લીધાના ચાર અઠવાડિયા પછી તેના પ્રભાવનું આકલન કર્યું હતું. પછી એ પરિણામ પર પહોંચ્યા કે ૨૮ દિવસ પછી બીજાે ડોઝ લગાવી લેવો જાેઈએ. સૈદ્ધાંતિક રીતે પહેલા ડોઝની અસર પાંચમા અઠવાડિયા સુધી પણ યથાવત રહે. અમારી પાસે આ રસી અંગે કોઈ ડેટા નથી, માટે કોઈ વાત દાવા સાથે કહી શકાય તેમ નથી.
ગુજરાત સરકારના કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડૉ. નવીન ઠાકર કહે છે કે, રસી ભલે કોઈ પણ હોય, મોટાભાગના કિસ્સામાં થોડું લાંબું અંતર રાખવું યોગ્ય છે. તેમણે કહ્યું, જ્યાં સુધી વાત કોવેક્સીનની છે તો અત્યાર સુધીના આકલન કહે છે કે ઓછામાં ઓછા ૪ અઠવાડિયાનું અંતર રહેવું જાેઈએ. પરંતું વધારે અંતર રહેવાથી વેક્સીન વધારે ફાયદાકારણ બની શકે છે. કંઈ પણ હોય, એ જરુરી છે કે મોડું થઈ જાય તો પણ બીજાે ડોઝ જરુર લેવો જાેઈએ. ધ્યાન રહે કે, યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨ અઠવાડિયાનું અંતર અને કેનેડામાં ૧૬ અઠવાડિયાનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે.