વિલિયમસનને કૅપ્ટનપદેથી હટાવવા માગતો હોવાની વાત ફગાવી ગેરી સ્ટેડે
નવી દિલ્હી ન્યુઝીલૅન્ડના હેડ કોચ ગેરી સ્ટેડ ટીમના કૅપ્ટનપદેથી કેન વિલિયમસનને હટાવવા માગતા હોવાની વાતને તેમણે ફગાવી દીધી છે. એવી ચર્ચા છે કે ગેરી સ્ટેડ અને વિલિયમસન વચ્ચે ઘણા મતભેદ ચાલે છે. આથી સ્ટેડ ટેસ્ટ ફાૅર્મેટમાં ટાૅમ લેધમને કૅપ્ટન બનાવવા માગે છે.
આ વિશે ગેરી સ્ટેડે કહ્યું હતું કે ‘આમાં કોઈ જ સત્ય નથી. મને લાગે છે ટીમના દરેક પ્લેયર સાથે આજ સુધી જુદા-જુદા સમયે મારો ફિલોસાૅફિકલ ડિફરન્સ રહ્યો છે અને આ ફક્ત હ્યુમન બીઇંગ હોવાથી થાય છે. જાેકે આ તો મારા માટે પણ એક સમાચાર છે. મેં તો આ વિષય પર કોઈ ચર્ચા જ નથી કરી. આ સમયે કેન અમારા માટે ખૂબ મહત્વનો છે. એ વ્યક્તિને અમે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને તે તેની ટીમને ખૂબ સારી રીતે લીડ કરી રહ્યો છે. મને ખબર છે કે ફ્યુચરમાં પણ તે લીડ કરતો રહેશે.