વિલિયમસન-સારા રહીમ થોડા સમયથી રિલેશનશિપમાં છે
કેન વિલિયમસન સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને એક નર્સના ઈશ્કમાં ઘાયલ થઈ ગયો હતોઃ રિપોર્ટ
નવી દિલ્હી, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન તેની બિટિંગને લઇ ખૂબ જ જાણીતો છે. મેદાન પર તેનું જબરદસ્ત પ્રદર્શન ચાહકોને ખુશ કરી દે છે. ઘણી વખત વિલિયમસન મેદાન પર ખુલ્લીને રમતો જાેવા મળ્યો છે. જાે કે, ખુલ્લીને ક્રિકેટ રમનાર વિલિયમસન તેની પર્સનલ લાઇફને ખૂબ જ સિક્રેટ રાખે છે.
વિલિયમસનને તેની પર્સનલ લાઇફ છુપાવીને રાખવી ખૂબ જ પસંદ છે. આ કારણથી તેની પ્રેમ કહાની પણ ઘણી સિક્રેટ અને દિલચસ્પ છે. તો આવો આજની આ ખાસ સ્ટોરીમાં અમે તમને કેન વિલિયમસનની લવ સ્ટોરી વિશે જણાવીએ છીએ. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન તેની ધમાકેદાર બેટિંગ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ વાતમાં કોઈ શક નથી કે, કેન એક ખૂબ જ કુશળ કેપ્ટન અને ખેલાડી છે. તેણે વર્ષ ૨૦૧૦માં ટીમ ઈન્ડિયાની સામે ટેસ્ટ અને વેન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
ત્યારબાદથી જ વિલિયમસન મેદાન પર સતત તેના શાનદાર પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતતો આવ્યો છે. આ કહેવું ખોટું નથી કે, કેન વિલિયમસન ક્રિકેટના મેદાન પર જેટલું સાદગીની સાથે રહે છે એટલું જ પર્સનલ લાઈફમાં રંગીન છે. કેન વિલિયમસનની ગર્લફ્રેન્ડનું નામ સારા રહીમ છે, જે એક નર્સ છે. કેન અને સારાની પહેલી મુલાકાત ઘણી દિલચસ્પ છે. બંને પહેલી વખત ત્યારે મળ્યા હતા. જ્યારે કેન વિલિયમસન તેની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને ત્યાં સારાને પહેલી વખત જાેતાની સાથે જ પોતાનું દિલ આપી ચુક્યો હતો.
સારાને પણ કેન ઘણો પસંદ આવ્યો. ધીરે ધીરે બંનેની મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઈ. હવે કેન વિલિયમસન અને સારા રહીમ થોડા સમયથી રિલેશનશિપમાં છે. બંને ઘણી વખત બંને સાથે જાેવા મળ્યા છે. જાે કે, તેમના સંબંધને લઈને ના તો ક્યારે સારાએ અને ના ક્યારે કેન વિલિયમસને સામે આવીને વાત કરી છે.
આમ જાેવામાં આવે તો બંને તેમના સંબંધને સિક્રેટ રાખવા માગે છે. પરંતુ આટલા મોટા ક્રિકેટ સ્ટારની પર્સનલ લાઈફ મીડિયાથી ક્યાં છુપાઈને રહે છે અને તમને આ પણ જણાવી દઈએ કે, સારા રહીમને લઈ ઘણા વિવાદ પણ થયા છે. તેનું નામ પાકિસ્તાન સાથે જાેડવામાં આવ્યું હતું. સમાચારોનું માનીએ તો સારા એક પાકિસ્તાની છોકરી છે. પરંતુ તેનો રંગ તેને મૂળ રૂપથી એશિયન જણાવે છે. આમ તો સારા બેસિકલી ઇંગ્લેન્ડની રહેવાસી છે. જાે કે, કેટલાક લોકનું માનવું છે કે, કદાચ તેના પૂર્વજ પાકિસ્તાનથી હશે અને જેઓ બાદમાં ન્યૂઝીલેન્ડ આવ્યા હશે.